ધ્રેવાડ પાટીયા પાસે બસે ભેંસને ઠોકરે ચડાવતા મૃત્યુ

જામનગર તા. ૯ઃ દ્વારકાના ધ્રેવાડ ગામ પાસે ગઈરાત્રે એક લકઝરી બસે આગળ જતી ભેેસને હડફેટે લેતા આ મુંગા જીવનું મૃત્યુ નિપજ્યું છે.

દ્વારકા તાલુકાના નવી ધ્રેવાળ ગામના માલધારી પુનાભાઈ દેવાભાઈ પંડતની ભેંસ ગઈકાલે રાત્રે ધ્રેવાડ ગામના પાટીયા પાસેથી પસાર થતી હતી ત્યારે જીજે-૧૪-ઝેડ-૯૩૯૩ નંબરની સમય ટ્રાવેલ્સની બસના ચાલક નિર્મલ બાબુભાઈ દાવદરાએ તે ભેંસને ઠોકરે ચડાવી હતી. રાત્રિના અંધારામાં બસની હડફેટે આવી ગયેલી ભેંસનું મૃત્યુ નિપજ્યું છે. પુનાભાઈ પંડતે પોતાની રૃા. ૩૦,૦૦૦ની કિંમતની ભેંસને અકસ્માત સર્જી મોતને ઘાટ ઉતારવા અંગે બસના ચાલક સામે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

close
Nobat Subscription