Advertisement

સંબંધદાવે દુકાન મેળવ્યા ૫છી ખાલી કરવા પૈસા માંગનાર બે સામે લેન્ડગ્રેબીંગ

જામનગર તા. ૪ઃ કાલાવડના ડુંગરાળી દેવરિયા ગામના એક આસામીની જામનગરમાં આવેલી દુકાન તેમના ઓળખીતાએ સંબંધ દાવે ધંધો કરવા માટે માંગ્યા પછી સાડા ત્રણેક વર્ષ સુધી તેમાં ધંધો કર્યો હતો. તે પછી મૂળ માલિકે પોતાની દુકાન પરત માંગતાં તેમની પાસે પૈસાની માંગણી કરાતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. પોલીસે લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ બે શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.

કાલાવડ તાલુકાના ડુંગરાળી દેવરિયા ગામના રહેવાસી રમેશભાઈ તુલસીભાઈ વાદી નામના પટેલ આસામીની જામનગરની સર્વોદય સોસાયટીમાં સિટી સર્વે નંબર ૫૨૦૯માં આવેલી એક દુકાન સંબંધના નાતે વાપરવા અને તે દુકાનમાં ધંધો કરવા માટે સુરતના રહેવાસી લલિતભાઈ સવજીભાઈ વઘાસિયાએ વર્ષ ૨૦૧૭માં માંગણી કરતાં રમેશભાઈએ ભાડાં વગર જ પોતાની દુકાન લલિતભાઈને વાપરવા આપી હતી. ત્યાં આવેલી દુકાનોમાં પહેલી જ દુકાન રમેશભાઈની છે તે દુકાન લલિતભાઈ અને જામનગરની સાધના કોલોનીના બ્લોક નંબર એમ-૪૮-૩૮૩૬માં વસવાટ કરતાં ભરત સવજીભાઈ વઘાસિયાએ ચાલુ કરી હતી. તે પછી સાડા ત્રણેક વર્ષ સુધી લલિત અને ભરતે ત્યાં વ્યાપાર કર્યા પછી રમેશભાઈએ પોતાની દુકાન ખાલી કરી આપવાનું કહેતાં હાલના કબ્જેદાર ભરતે તે દુકાન લલિત સવજીભાઈએ પોતાને આપી છે, દુકાન ખાલી જોઈતી હોય તો તેની રકમ ચૂકવવી પડશે તેમ કહેતાં અને દુકાન ખાલી ન કરતાં રમેશભાઈએ આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સંબંધ દાવે અને ભાડાં વગર જ આપેલી દુકાન પરત મેળવવા માટે પોતાની પાસે પૈસાની માંગણી કરવામાં આવતાં રમેશભાઈ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહોંચ્યાં હતાં. જ્યાં તેઓએ પીએસઆઈ એમ. આર. ગોેંડલિયા સમક્ષ વિતક વર્ણવતાં પોલીસે અંદાજે ૧૧૦ ફૂટની અને રૃા. સાત લાખની કિંમતની દુકાન ગેરકાયદેસર રીતે પચાવી પાડવા અંગે લલિત સવજી વઘાસિયા, ભરત સવજી વઘાસિયા સામે જમીન પચાવી પાડવા સામેના વિધેયક-૨૦૨૦ની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે. જામનગરના સિટી ડીવાય.એસ.પી. નિતેષ પાંડેએ તપાસ શરૃ કરી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit