Advertisement

કોરોના પ્રોટોકોલ અને જરૃરી સુવિધાઓ સાથે ઓછું સંક્રમણ હોય ત્યાં શાળાઓ ખોલી શકાયઃ ડો. ગુલેરિયા

મોટાભાગના બાળકોની ઈમ્યુનિટી મજબૂત હોવાનો અભિપ્રાયઃ કુદરતી ઈમ્યુનિટી પણ તૈયાર

નવી દિલ્હી તા. ર૦ઃ દિલ્હી એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાના અભિપ્રાય મુજબ જ્યાં સંક્રમણ ઓછું હોય ત્યાં હવે કોરોના પ્રોટોકોલ અને જરૃરી સુવિધાઓ સાથે શાળાઓ ખોલી શકાય છે.

એઈમ્સ-દિલ્હીના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ ત્રીજી લહેરની આશંકા વચ્ચે પણ સ્કૂલો ખોલવાની તરફેણ કરી છે અને આ માટે ખાસ રણનીતિ બનાવવાનું સૂચન પણ કર્યું છે. ડો. ગુલેરિયાએ કહ્યું છે કે, તમામ રાજ્ય સરકારોએ ખાસ રણનીતિ પર કામ કરી સ્કૂલો ખોલવા પર વિચાર કરવો જોઈએ. દેશના મોટાભાગના રાજ્યોમાં ગત્ માર્ચથી પ્રથમ લોકડાઉન લાગુ થયા પછી શાળાઓ બંધ છે અને હવે તેને ફરીથી ચાલુ કરવા પર કામ કરવાની જરૃર છે.

કોરોનાકાળમાં વર્ચ્યુલી ક્લાસ ચાલી રહ્યા છે અને છાત્રો પોતાના ઘરેથી અભ્યાસ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર ધીમે ધીમે અનલોકની પ્રક્રિયા આગળ વધારવાના ક્રમમાં ઓક્ટોબર મહિનામાં સ્કૂલો ખોલવાની પરવાનગી આપી હતી, પરંતુ અનેક રાજ્યોમાં છાત્રો સંક્રમિત થયા પછી આ ફેંસલાને પરત લેવામાં આવ્યો હતો અને સ્કૂલો પર ફરીથી મહામારીનું તાળુ લટકી ગયું હતું. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ અનુસાર ડો. ગુલેરિયાએ કહ્યું છે કે, હું સ્કૂલોને ફરીથી ખોલવાનું સમર્થન કરૃ છું, પરંતુ સ્કૂલો એવા જિલ્લાઓમાં શરૃ કરવામાં જ્યાં કોરોનાના સૌથી ઓછા કેસ છે. એવાાં જે જિલ્લામાં સંક્રમણનો દર પ ટકાથી નીચે હોય ત્યાં સ્કૂલો ફરી ખોલી શકાય છે. દેશમાં વાઈરસનો શિકાર બનેલા બાળકોની સંખ્યા ઘણી ઓછી છે અને મોટાભાગના બાળકોની ઈમ્યુનિટી ઘણી મજબૂત છે. તેમણે કહ્યું હતું કે અનેક બાળકોમાં તો વાઈરસ સામે લડવા માટે કુદરતી ઈમ્યુનિટી તૈયાર પણ થઈ ચૂકી છે. એવામાં જે બાળકો ઓનલાઈન ક્લાસ માટે સક્ષમ નથી તેમના માટે સ્કૂલોને ફરી ખોલવી જોઈએ.

ડો. ગુલેરિયાએ એ બાબત પર ભાર મૂક્યો હતો કે સ્થિતિની સતત સમીક્ષા થવી જોઈએ અને જો સંક્રમણ ફેલાવાની સ્થિતિ બને તો તત્કાળ શાળાઓ બંધ પણ કરી શકાય તેમ છે. તેમણે કહ્યું હતું કે, વૈકલ્પિક રીતે બાળકોને શાળાએ મોકલી શકાય છે. આ સિવાય અનેક રીત પણ છે હેઠળ સ્કૂલો ફરી શરૃ કરી શકાય. તેમણે કહ્યું હતું કે, કોરોના પ્રોટોકોલનું પાલન કરતા માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે સ્કૂલ ખોલી શકાય છે. સાથે જ ત્યાં યોગ્ય રીતે વેન્ટિલેશનની પણ જરૃર પડશે. બાળકો માટે વેક્સિન પર તેમણે કહ્યું હતું કે, આ વર્ષના સપ્ટેમ્બર સુધીમાં બાળકોની રસી આવી જશે, કારણ કે બાળકો પર કોવેક્સિનની ક્લિનિકલ ટ્રાયલથી મેળવવામાં આવેલ પ્રારંભિક ડેટાએ આશા જગાવી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit