Advertisement
Author: નોબત સમાચાર

આ હકીકત જાણ્યા પછી લાગે કે સાચું કહે છે અસંભવ કહેવાયેલું મન વાંચ્છિત સુખ ઈશ્વર અન્ય રીતે આપી જ દે છે

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવનાર કંપનીના સીઈઓ તરીકે  દેવ ને જ્યારે સન્માનિત કરવામાં આવ્યો ત્યારે સમગ્ર આમંત્રિત ગણે ઊભા થઇ તાળીઓના  ગડગડાટ સાથે વધાવી લીધો. દેવ ને તો ખબર જ નહિ પણ આ સાવ અચાનક થયું. જોકે કંપનીના ચેરમેન, ડિરેક્ટર પિતા પુત્ર એ જ વિચાર્યું કે જ્યારે વેપારી આલમ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે આ કંપનીની આંતરરાષ્ટ્રીય સિદ્ધિ માટે રાજ્યવ્યાપી ભવ્ય કાર્યક્રમ યોજી સન્માનિત કરવી એ સમયે જ કંપનીના માલિકો એ નક્કી કર્યું કે કંપનીની આ સિદ્ધિ તો દેવ ને કારણે થઇ છે એટલે આપણું સન્માન થાય એ સાથે આપણે એનું સન્માન કરવું. આ કંપનીએ એમની પ્રોડક્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં નામના મેળવેલી, તાજેતરમાં જ વિદેશની સંસ્થાએ પાત્ર પાઠવ્યો કે આપની દરેક પ્રોડક્ટ, ગુણવત્તા મેં વિશ્વ શ્રેષ્ઠ સાબિત થઇ છે એટલે અમુક તારીખે આપને એવોર્ડ આપવામાં આવશે. એ વાત અહીંના વેપારી મહાજન વગેરેમાં જાણમાં આવી એટલે તેઓએ નક્કી કર્યું કે એ લોકો તો પછી એવોર્ડ આપશે અત્યારે આપણે એમને સન્માનિત કરીએ, આ વાત કંપનીના માલિકોને જણાવવામાં આવી કે આ તારીખે કાર્યક્રમ છે. આપ ઉપસ્થિત રહેશો. એ જ સમયે કંપનીના માલિકો એ આ સ્તર પર લાવનાર તો દેવ છે નહીં તો એના આવતા પહેલા તો આપણે નાના પાયે જ વ્યવસાય કરતા હતા. એમણે કંપનીના સ્ટાફ ને કહૃાું કે આ કાર્યક્રમમાં બધાએ એમના પરિવાર સાથે આવવાનું છે.. દેવને પણ કહૃાું કે તમારા માતા પિતાને પણ લાવજે. કંપનીનું આ નામ સૌને આભારી છે, એટલે દેવ એના માતા પિતા જયા, વિજયાને લઈ આવ્યો હતો. એમને આગળની હરોળમાં જ બેસાડવામાં આવ્યા.

મહાજન તરફથી પ્રમુખશ્રીએ પ્રવચન આપ્યું અને પછી કંપનીના સીએમડી ને સન્માનિત કરી પ્રમાણ પત્ર અને એવોર્ડ આપી સાલ ઓઢાડવામાં આવી અને કંપનીની  પ્રગતિ વિશે અને નામના મેળવવા બાબત પ્રવચન આપ્યુંએ પછી કંપનીના સીઈઓ ઉભા થયા અને આભાર વ્યક્ત કર્યો અને કહૃાું કે *અમે તો બાપ દીકરો નાના પાયે ઉત્પાદન શરુ કરી વ્યવસાય કરતા હતા, અમને સંતોષ હતો પણ ઈશ્વર કૃપાથી પ્રોડક્ટ ચાલવા લાગી, માંગ વધી એટલે સ્ટાફ વધારવા ની જરૂૂર પડી એ સમયે બાહોશ, નમ્ર, અને સ્મિત, વાણી, વર્તન અને વહેવારથી જ આપ સૌના પ્રિય બની જનાર એવા દેવ કુમાર અમારી સાથે જોડાયા, જોતજોતામાં એ ફેકટરીના સૌના પ્રિય થઈ ગયા, એનો સૌ કાર્યકરો સાથે વહેવારને કારણે કામ સરસ થવા માંડ્યું. દેવ સ્ટાફ અને આપ સૌના પ્રિય થઈ ગયા અને ધીરે ધીરે વહેપારી આલમમાં પણ દેવની નામના થઈ. લોકો પ્રોડક્ટને કારણે તો કામ વધુ કરતા પણ એથી વિશેષ દેવના સ્વભાવને કારણે વધુ સહયોગ આપતા , એની જ ઈચ્છા હતી કે આ પ્રોડક્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જઈએ અને લઇ ગયા, એણે પોતાના માટે કોઈ અપેક્ષા રાખી નથી કે કોઈ માગણી કરી નથી, અમે કહીએ કે તમને પગાર વધારી આપીયે, તો કહે કે આપણી ફેક્ટરીના કાર્યકરોના પગાર વધારો એ લોકોને સાચવો, આને કારણે સૌના એ પ્રિય બન્યા, આંતરરાષ્ટ્રીય આ સન્માન એને કારણે મળ્યું છે. આજે અમે એમનું સન્માન કરવા માગીએ છીએ, * દેવ તો આ સાંભળી ચમકી ગયો, એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. એણે મંચ પર બેઠા બેઠા જ માતા પિતાને વંદન કર્યા. સીએમડી સાહેબે કહૃાું દેવ આપ અહીં એવો. એ ઉભો થયો  સાહેબના પુત્ર સોનાનો મેડલ લઈને ઊભા થયા, એ નજીક આવ્યા અને દેવ ને પહેરાવવા જતા હતા ત્યાં દેવ બોલ્યો કે સાહેબ મારા માતા પિતાને ઉપર બોલાવો, જય અને વિજયા ઉપર આવ્યા, દેવે એ મેડલ હાથમાં લઇ જય વિજ્યાના ચરણોમાં માથું મૂકી એમના ચરણોમાં મુક્યો એ લોકોએ એને ઉભો કર્યો અને એના ગળામાં પહેરાવ્યો, એ સમયે આખા સભાગૃહમાં તાળીઓનો પ્રચંડ ગડગડાટ ગુંજી ઉઠ્યો એ સૌની આંખો ભીંજાયેલી હતી.

દેવ બોલ્યો કે આ કશું જ શક્ય ના બનતા જો માતા પિતા તરીકે મને આ ન મળ્યા હોત. એમ કહી એ રોઈ પડ્યો. વિજયા એ માઈક હાથમાં લીધું. એ બોલી કે *ઈશ્વર પહેલા નસીબમાં સંતાનસુખ લખવાનું ભૂલી ગયા હશે એટલે મારી કુખે બાળક જન્મ્યું નહિ પણ ઈશ્વરને  પછી ખ્યાલ આવ્યો હશે એટલે આ દીકરો રસ્તા પરથી આપી દીધો. એ ઈશ્વરની મહેર હતી એટલે એનું નામ દેવ રાખ્યું.* સ્ભગૃહમાં સૌ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. દેવ નજીક ગયો અને માં ને કહૃાું રહેવા દે નથી બોલવું  , પ્રેક્ષકો એ કહૃાું દેવ સર એમને બોલવા દ્યો. દેવ બાજુમાં ઉભો રહૃાો.પિતાજીને પણ નજીક બોલાવી લીધા. વિજયા બોલી કે , અમારા લગ્નને  દસ વર્ષ થવા છતાં બાળક નહોતું , ડોક્ટરોએ પણ કહી દીધેલું કે સંતાન શક્ય નથી.  એ પછી અમે વિચારતા હતા કે આપણે અનાથ આશ્રમમાં જઇ બાળક દત્તક લઇ લઈએ. એ પછી થયું કે ભવિષ્યમાં એ બાળક કેવું નીકળશે કોને ખબર? તો પણ દિવાળીના દિવસો હતા એટલે એમ થયું કે અનાથ આશ્રમ જઈએ અને કોક માં પપ્પાજી વહાલથી કહે એવું બાળક લઇ આવીએ. દીકરો કે દીકરી એવું નહોતું વિચાર્યું પણ એમ વિચારેલું કે જેનું સ્મિત નિર્દોષ લાગે. માસુમ હોય જ અને આંખોમાં કોઈને માં કહેવાની ઝંખના હોય એવું બાળક લાવીશું.

અમે નીકળ્યા અને રસ્તામાં એક સુંદર સોહામણો નિર્દોષ નિર્મળ આંખો અને ચહેરા વાળો બાળક એક ટોપલો માથે મૂકી સામે આવ્યો અને સુંદર સ્મિત સાથે બોલ્યો  મેડમજી કોડિયા લેશો? મને એ બાળક જ ગમી ગયો. મેં કહૃાું હા આપ , એણે એ સુંડલો નીચે મુક્યો , મને એને જોઈ લાગ્યું કે છોકરો સારા ઘરનો છે. આ કોડિયા વેચે છે. મેં પૂછ્યું કે બેટા તું કોડિયાં વેચે છે? ભણતો નથી? તારા માં બાપ શું કરે છે? એ કહે એ લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા. હું એકલો પડી ગયો, મારું કોઇ નહોતું, અમે રહેતા હતા ભાડાના ઘરમાં. મકાન માલિક ભાડા વગર મને થોડા રહેવા દે? હું અમારા ત્યાં જે માજી કામ કરતા હતા એ ઝુંપડા માં એમણે એક ખોલી અપાવી હું ત્યાં રહેવા આવ્યો અહીં અંદર. પેટ ભરવા કામ તો કરવું પડે? હું તહેવારો મુજબ વસ્તુઓ વહેંચું એમ આ દિવાળી આવે છે  એટલે આ કોડિયા વેચું છું. તમે લઇ લો, * મેં કહૃાું તું ભણતો નથી? તો એ કહે હું ભણું કેવી રીતે? ખાવાના પૈસા માંડ મળે ત્યાં ફી ના ક્યાંથી લાવું? મેં દિવા લીધા અને હજાર રૂૂપિયા આપ્યા તો કહે  ના આ કોડિયાં બસો રૂપિયાના જ છે. મેં કહૃાું દિવાળી છે ને અમારા તરફથી મીઠાઈ ખાજે. દિવાળી મનાવજે, તો કહે હું દિવાળી મનાવતો જ નથી. પરિવાર, માં બાપ વગર શું દિવાળી? મારી આંખો ભીંજાઈ ગઈ. અમે બસો રૂપિયા અનાથ આશ્રમ જવાને બદલે ઘરે આવી ગયા.  રાત્રે આમ એની ખોલીમાં ગયા એ એકલો બેઠો હતો. ઉભો થઇ બોલ્યો મેડમ સર આપ? અચાનક? મેં કહૃાું તું દિવાળી અમારી સાથે મનાવીશ. અમારે બાળક નથી તારે માં બાપ નથી. તને માં બાપ વગર દિવાળી ન ગમે અમને સંતાન વગર દિવાળી ન ગમે. સવારે અમે અનાથ આશ્રમ બાળક દત્તક લેવા જતા હતા  એ વિચાર તને જોયા પછી બદલાઈ ગયો, મને લાગ્યું ઈશ્વરે તને અમારા માટે જ મોકલ્યો. એમને તને મારી કુખે જન્માવવાનો હશે અને તું બીજે જન્મી ગયો. તું મારો જ હોઈશ. ચાલ હવે આ નહિ દરેક દિવાળી અમારી સાથે તારું નામ દેવ અને પાછળ નામ લાગશે પિતા  જય નું , એ સમયે  દેવ ની આંખો છલકાઈ ગઈ અમારા બન્નેના ચરણસ્પર્શ આમ જ કર્યા જેમ હમણાં કર્યા. અને મને જયારે માં કહી ભેટ્યો ત્યારે હું આંસુઓથી છલકાઈ ગઈ. આ દીકરો. એને જન્મ આપનાર માં બાપ ના સંસ્કારો લોહીમાં આવ્યા હશે એટલે એટલો સંસ્કારી કે એની મેળે જ સ્કૂલે જતા અમારા ચરણસ્પર્શ કરીને જાય ,ક્યાંય પણ જાય નમન કરીને જાય. આજે પણ નોકરીએ જાય ત્યારે ચરણસ્પર્શ કરીને જાય. આ કંપનીના કામ માટે પરદેશ જતો ત્યારે પણ સવારે વિડીયો કોલ કરી પગે લાગે. ખોટું બોલે નહિ ખોટું કરે નહિ , ખોટું સહન કરે નહિ. એના નસીબ તો જુઓ કે આ કંપનીના માલિકો ના અંતરમાં થયું કે સન્માન નો સાચો હક્કદાર આ છે. અમને ગર્વ છે અમારા દીકરા માટે. અમારે સંતાન સુખ નહિ મળે એમ માની લીધેલું પણ ઈશ્વરે અમારા નસીબમાં એ સુખ લખેલું  તે આપી જ દીધું.

આખા હોલમાં ભાવ વિભોર દૃશ્યો સર્જાયા અને લોકોએ ખૂબ વધામણી આપી. નસીબમાં હોય એ ઈશ્વર આપી જ દે.

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh