જિલ્લા જેલમાં કાચા કામના ચાર કેદી કોરોના પોઝિટિવ

જામનગર તા. ૭ઃ જામનગરની જિલ્લા જેલમાં જેલ અધિક્ષક દ્વારા એન્ટીજન ટેસ્ટ કરાવાતા કાચા કામના કેદી સહિત ચાર કેદી કોરોના પોઝિટિવ હોવાનું ખુલ્યું છે. તમામને જી.જી.હોસ્પિટલના કેદીવોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. અગાઉ ત્રણ આરોપી પોઝિટિવ આવ્યા પછી વધુ ચાર આરોપી કોરોના પોઝિટિવ નીકળ્યા છે. જામનગરની જિલ્લા જેલમાં ગઈકાલે કોરોના ટેસ્ટ માટેની જેલર દ્વારા હાથ ધરાયેલી કોરોના ટેસ્ટની પ્રક્રિયામાં ત્રણ ડઝન સેમ્પલ મેળવવામાં આવ્યા હતાં. જેલમાં રહેલા કાચા કામના કેદીઓની કોરોના ટેસ્ટની આ કાર્યવાહીમાં ગુજસીટોક હેઠળ નોંધાયેલા પ્રથમ ગુન્હાના આરોપી પ્રફુલ પોપટ તેમજ અન્ય એક ગુન્હામાં સંડોવાયેલા રાજેશ બાબુભાઈ નામના કેદી ઉપરાંત રાજકોટની જેલમાંથી જામનગર ખસેડાયેલા રાજપાલસિંહ સુરપાલસિંહ અને હુસેન દાઉદ ચાવડા નામના કેદીઓ પોઝિટિવ હોવાનું ખુલતા ચારેયને સારવાર માટે જી.જી. હોસ્પિટલના કેદીવોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, એડવોકેટ કિરીટ જોષીની હત્યાની સોપારી મેળવનાર દિલીપ પૂજારા, તેના ભાઈ હાર્દિક તેમજ જયંત ગઢવી નામના ત્રણ આરોપીને એલસીબીએ બાર દિવસના રિમાન્ડ પર લીધા હતાં. તે પછી રિમાન્ડ પૂર્ણ થવાના આગલા દિવસે કોવિડ ટેસ્ટ માટે રજુ કરાયેલા ઉપરોકત ત્રણેય આરોપી કોરોનાગ્રસ્ત હોવાનું ખુલ્યું હતું. તેઓને કેદીવોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit