જામનગરમાં પહેલી જુલાઈથી ત્રિદિવસીય કાર્યક્રમો ઓનલાઈન યોજાશેઃ યૂ ટ્યુબ દ્વારા પ્રસારણ

જામનગર તા. ૩૦ઃ શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયના ૭પ મા સ્થાપના દિન હીરક જયંંતિ વર્ષની ઉજવણી નિમિત્તે *છરૃેંઇ ફૈંજીૈંર્ંદ્ગ-હ્લેંેિી ફૈર્જૈહ ર્ક છહષ્ઠૈીહં જીષ્ઠૈીહષ્ઠી* કાર્યક્રમ સંપુટનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત અને જામનગરની સુવિખ્યાત શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય તેની સ્થાપનાના ૭પ મા એટલે કે હીરક જયંતિ વર્ષમાં આગામી તારીખ ૧ જુલાઈ ર૦ર૦ ના પદાર્પણ કરવામાં જઈ રહેલ છે. આ પ્રસંગને ઉજવવા હેતુ તા. ૧ થી ૩ જુલાઈ ર૦ર૦ દરમિયાન મહાવિદ્યાલય દ્વારા સામ્પ્રત વૈશ્વિક મહામારીની સમસ્યાને ધ્યાને લેતા નવતર રીતે ઓનલાઈન ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. *છરૃેંઇ ફૈંજીૈંર્ંદ્ગ-હ્લેંેિી ફૈર્જૈહ ર્ક છહષ્ઠૈીહં જીષ્ઠૈીહષ્ઠી* નામના ત્રિદિવસીય કાર્યક્રમ સંપુટનું ઉદ્ઘાટન તા. ૧-૭-ર૦ર૦ ના સવારે ૧૦ વાગે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ શ્રી વૈદ્ય અનુપ ઠાકરની અધ્યક્ષતા તેમજ ભૂતપૂર્વ કૃલપતિશ્રી વૈદ્ય સંજીવ ઓઝાના મુખ્ય અતિથિ પદે કરવામાં આવશે. બપોર પછી મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ ઓનલાઈન રજૂ થશે.

આ કાર્યક્રમ સંપુટનું મુખ્ય આકર્ષણ તા. ર-૭-ર૦ર૦ ના યોજનારા નિષ્ણાત વક્તવ્યોનો કાર્યક્રમ છે જેમાં ભારત સરકારના આયુષ વિભાગના સચિવશ્રી વૈદ્ય રાજેશ કોટેચા, જનપદોધ્વંસ અને મનોચિકિત્સા એ વિષય પર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિશ્રી વૈદ્ય અનુપ ઠાકર વ્યાધિક્ષમત્વ અને રસાયન એ વિષય પર તેમજ ગોવાના ખ્યાતનામ આયુર્વેદ નિષ્ણાત વૈદ્યશ્રી ઉપેન્દ્ર દીક્ષિત આયુર્વેદમાં આત્યયયિકચિકિત્સા એ વિષય પર નિષ્ણાત વક્તવ્યો આપશે જે સંસ્થાની નવિન લોન્ચ થનાર યૂ-ટ્યૂબ ચેનલ દ્વારા દેશ-વિદેશના શ્રોતાઓ-દર્શકો સુધી પહોંચશે. એ જ દિવસે સાંજે આ મહાવિદ્યાલયના વિદેશથી આવી ભણીને પરત ગયેલા વિદ્યાર્થીઓમાંથી અમુક પોતપોતાના અનુભવો આ જ રીતે ઓનલાઈન લોકો સામે મૂકાશે. તા. ૩-૭-ર૦ર૦ એ શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે એક નવિન પ્રયોગ તરીકે ઓનલાઈન ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ફાળવવામાં આવેલ છે.

આ કાર્યક્રમો ઉપરાંત આયુર્વેદના સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ, અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી તેમજ શિક્ષકોમાં વૈજ્ઞાનિક લેખન પ્રત્યેની અભિરૃચિ કેળવાય તે હેતુ નિબંધ વૈજ્ઞાનિક લેખ સ્પર્ધા તેમજ વિદ્યાર્થીઓ માટે ખાસ લધુ ચલચિત્રની સ્પર્ધા રાખવામાં આવેલ છે. આ પ્રસંગની સ્મૃતિ જળવાઈ રહે તે હેતુથી એક સ્મરણિકા ગ્રંથ પ્રકાશિત કરવામાં આવશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય આયોજન સમિતિ તેમજ પેટા સમિતિઓ દ્વારા મહાવિદ્યાલયના આચાર્ય વૈદ્ય અર્પણ ભટ્ટ તથા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના માનનીય કુલપતિ વૈદ્ય અનુપ ઠાકરના માર્ગદર્શન હેઠળ પૂરજોશમાં તૈયારીઓ કરી અંતિમ ઓપ આપવામાં આવી રહેલ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit