Advertisement

અનેક શૈક્ષણિક સંસ્થાના પ્રેરણા સ્ત્રોત નિવૃત્ત આચાર્ય ડો. રમેશચંદ્ર ભટ્ટનો અનોખો સેવાયજ્ઞ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના પાછતરની વી.કે. પરમાર માધ્યમિક શાળાના નિવૃત્ત આચાર્ય ડો. રમેશચંદ્ર ભટ્ટનો શિક્ષણ, પર્યાવરણ તથા જીવદયાક્ષેત્રે ચાલતો અનોખો સેવાયજ્ઞ ૨૪-૭ ના ગુરૃપૂર્ણિમા સંદર્ભે આચાર્ય શિક્ષકોને પ્રેરણા મળે તે માટે પ્રસ્તુત છે.

'વિશાળે જગ વિસ્તારે નથી એક ન માનવી પશુ છે પક્ષી છે પુષ્પો વનોની વનસ્પતિ,'

દાયકાઓ પહેલા કવિશ્રી ઉમાશંકર જોષીની આ પંક્તિઓને આજના માહોલમાં સાર્થક કરતા વ્યક્તિ એટલે ડો. રમેશચંદ્ર ભટ્ટ જેઓ ૬૨ વર્ષની ઉંમરે પણ અનોખો સેવાયજ્ઞ કરે છે. સચ્ચાઈ, સમર્પણ, માનવતા, પ્રામાણિકતા, કર્તવ્યનિષ્ઠા અને શિક્ષણ પ્રેમી ડો. રમેશચંદ્ર ભટ્ટે પોરબંદર આર.જી. ટી. કોલેજના ગુરૃ શાંતિલાલ મણિયારના માર્ગદર્શનમાં બી.એડ્ કરી સંકલ્પ કર્યો હતો કે જીવન કલ્યાણ શિક્ષણના માધ્યમથી કરવું. બી.એડ્ પછી એમ.એડ. કરી ડો. ભદ્રાયુ વચ્છરાજાનીના માર્ગદર્શન હેઠળ શિક્ષણમાં પીએચડી ડિગ્રી મેળવીને પોરબંદરના પ્રો. મીનાબેન થાનકી પાસેથી શિક્ષણમાં પ્રયોગશીલતાના અવનવા પ્રયોગો કરેલા. ગામડાના બાળકો ગામનું નામ રોશન કરે તે માટે પાછતર જેવા નાનકડા ગામમાં કોલેજ જેવું શાળાનું ભવ્ય બિલ્ડીંગ દાતાઓની મદદથી બનાવી પૂ. દેવીપ્રસાદજીના હસ્તે ખુલ્લું મૂક્યું.

ગ્રામ્ય પંથકની આ શાળાના બાળકો ઘરેથી એકાદ રોટલી કે રોટલો સાથે નાસ્તા માટે નહીં પણ મૂંગા પશુની સેવા માટે !! સાંજે રમેશચંદ્ર ભટ્ટ પર ભાણવડની બાપુની વાવ પાસે કૂતરાને રોટલા નાખવા જાય સાંજે સવારે તેમના ઘેર ભૂસો અને ખોળ નંદી તથા ગાયોને ખવડાવે જોતા જ બીક લાગે તેવા કદાવર નંદી 'ભગત' કહેતા ૫ાળેલા પોપટની જેમ તેમની ડેલીમાં ખાવા આવી જાય !! રખડતી ગાયો, બળદ, કૂતરા  બીમાર હોય ડો. ભટ્ટ તેની સેવા કરે. ડોકટરી સારવાર કરાવે આરોગ્ય તપાસણીમાં એક છાત્ર ને હૃદયની તકલીફ નીકળતા છેક અમદાવાદ સારવાર કરાવી સાજો કર્યો હતો. પોરબંદરના રામકૃષ્ણ મિશનના શ્રી આત્યાનંદજીની પ્રેરણાથી શિક્ષકો આચાર્યો, છાત્રો નાણાકીય ભંડોળ ભેગુ કરીને જરૃરતમંદોને કીટ આપે છે જે આજે પણ ચાલુ છે. અવારનવાર રકતદાન કેમ્પો, પથ્થરવાળી શાળાને જમીનમાં એક હજાર વૃક્ષોનો ઉછેર, રાજકોટના પૂ. રણછોડદાસ બાપુ આશ્રમના સહયોગથી નિયમિત રીતે નેત્ર યજ્ઞ ચલાવવો વિ. સેવા કરતા પૂ. રમેશભાઈ ઓઝા, વૃંદાસંસ્કૃત પરિષદ, રોટરી કલબ જેવી સંસ્થાઓ દ્વારા સન્માનિત ડો. રમેશચંદ્ર ભટ્ટ આજે પણ પર્યાવરણ, માનવતા તથા શિક્ષણની પ્રવૃત્તિઓમાં સદા તત્પર રહે છે. પિતાના પગલે તેમના પુત્ર અશોક ભટ્ટ પણ અનેમિલ લવર્સ સંસ્થા દ્વારા માનવતાવાદી કાર્યો કરે છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit