Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોકુલનગર - પાણાખાણ વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકાના વિકાસ કાર્ય અન્વયે
જામનગર, તા. ૦૩: ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં ચાલી રહેલ ભૂગર્ભ ગટરના વિકાસ કાર્ય અંગે શહેર ભાજપએ લોકાભીમુખ અભિગમ દર્શાવતા ગોકુલનગરનાં રહીશો - રાહદારીઓને અવર જવર માટેની કામચલાઉ સમસ્યાનો ઉમદા ઉકેલ લાવેલ છે.
જાણવા મળતી હિકકતો અનુસાર જામનગરના ગોકુલનગર - પાણાખાણ વિસ્તારમાં સર્વે નં. ૧૩૧૦ પૈકી ૧/૨/અન્ય લગત સર્વે ખાતે શહેરનાં પ્રતિષ્ઠિત વ્યાપારી સંસ્થાન મીના એજન્સી લીમીટેડની ખાનગી માલિકીની જગ્યાઓ આવેલી છે. આ જગ્યાની પશ્ચિમ દિશાએ જામનગર મહાનગર પાલિકાના વિકાસ કાર્યના ભાગરૂપે ભૂગર્ભ ગટર યોજના અન્વયે લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ કાર્ય માટે મીના એજન્સી લિમીટેડ દ્વારા સદર જગ્યામાંથી અમુક હિસ્સો જામનગર મહાનગર પાલિકાને ફાળવવામાં આવેલ છે. આ જગ્યાની બાજુમાં જ અંદાજે ૭૦૦ થી ૧૦૦૦ રહેણાક મકાનો આવેલ છે અને ત્યાના સ્થાનિકો ફાળવેલ જગ્યામાં અવર જવર માટે રસ્તા તરીકે ઉપયોગ કરે છે. જ્યારે આ જગ્યામાં ભૂગર્ભ ગટર લાઈન ખુબ ઊંડે સુધી નાખવાની હોઈ આ જગ્યા માં ચાલી રહેલો રસ્તો કામચલાઉ રીતે બંધ કરવો પડે અને અન્ય કોઈ વૈલ્પીક રસ્તો ચાલુ ન થઈ શકે તેવી પરીસ્થિતી ઉભી થવા પામેલ હતી. આથી આ સંજોગોમાં લોકોને અવર જવર માટે કોઈ તકલીફ ન પડે અને સુચારૂ વ્યવસ્થા જળવાઈ રહે સાથે જામનગર મહાનગર પાલિકાનું આ જન કલ્યાણનું કાર્ય પણ ચાલુ રહે તેવા શુભ આશયથી ભાજપ પૂર્વમંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ શ્રીમતી બીનાબેન કોઠારી તેમજ જામનગર ભાજપનાં ઉચ્ચ પદાધિકારીઓ દ્વારા આ ખાનગી માલિકીની જગ્યામાં હંગામી ધોરણે રાહદારીઓની સગવડ માટે રસ્તાની વ્યવસ્થા કરી આપવા જગ્યા ધારકોને ભાર પૂર્વક અનુરોધ કરવામાં આવેલ હતો. આથી શ્રીમતી વસુબેન ત્રિવેદી તેમજ જામનગર શહેર ભાજપ પ્રમુખ શ્રીમતી બીનાબેન કોઠારી અને અન્ય સર્વ ઉચ્ચ પદાધીકારીઓની રજૂઆતને માન આપીને તેમજ લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને આ મીના એજન્સી લિમીટેડની ખાનગી માલિકીની જગ્યામાં હંગામી ધોરણે સવારે ૬ થી રાત્રીનાં ૧૦ સુધી અવર જવર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આપેલ છે. આ તકે કામચલાઉ અવર જવર માટેની વ્યવસ્થા ભૂગર્ભ ગટરનું કામ કે જે અંદાજે માસ મે - ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થનાર છે અને ત્યાર બાદ આ રસ્તાની વ્યવસ્થા બંધ કરવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધ લેવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial