Advertisement

જામનગરમાં ગુરૃપૂર્ણીમાની આસ્થાભેર ઉજવણીઃ મહાનુભાવો-ભાવિકોએ કરી ગુરૃવંદના

મોટી હવેલી, ખીજડા મંદિર, આણદાબાવા સેવા સંસ્થાન, કબીર આશ્રમ, સહિતના ગુરૃધામોમાં ભાવિકો ઉમટયા

ગુરૃબ્રહ્મા ગુરૃ વિષ્ણુ, ગુરૃદેવો મહેશ્વરા, ગુરૃ સાક્ષાત પર બ્રહ્મ, તસમયશ્રી ગુરૃ વે નમઃ આજ રોજ ગુરૃ પૂર્ણીમાના પાવન પર્વના દિને જામનગર 'છોટીકાશી'માં પણ ગુરૃપૂર્ણીમાની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. નગરના ખીજડા મંદિર (પ્રણામી)માં શહેરના પદાધિકારીઓ તેમજ સુંદરસાથ ની ઉપસ્થિતીમાં પ.પૂ. ૧૦૮ શ્રી કૃષ્ણમણિજી મહારાજનું પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ નગરની મોટી હવેલી માં પણ પ.પૂ. ૧૦૮ શ્રી પૂ. વલ્લભરાયજી મહોદયનું વૈષ્ણવો દ્વારા પૂજા તેમજ દંડવત કરી આશીર્વાદ મેળવ્યા હતાં. એ જ રીતે નગરની આણદાબાવા સેવા સંસ્થાના પ.પૂ. શ્રી દેવપ્રસાદજી મહારાજના પણ ભાવિકોએ આશીર્વાદ મેળવ્યા હતાં. નગરના બાલાહનુમાજી મંદિરમાં પ.પૂ. પ્રેમભીક્ષુજી મહારાજનું પણ પૂજન કરવામાં આવ્યું એ જ રીતે કબીર આશ્રમમાં પણ ગુરૃનું પૂજન કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાના તમામપદાધિકારીઓ જેમાં મેયર શ્રી બીનાબેન કોઠારી, ડે. મેયર તપ્પન પરમાર, સ્ટે. ચેરમેન મનીષ કટારીયા, શહેર ભાજપ અધ્યક્ષ બિમલભાઈ કગથરા, મંત્રી મેરામણભાઈ ભાટુ સહીતના મહાનુભાવોએ નગરમાં ગુરૃપૂર્ણીમાની ઉજવણીમાં ઉપસ્થિત રહી ગુરૃ દેવોના આશીર્વાદ મેળવ્યા હતાં. જે ઉપરોક્ત તસ્વીરમાં દૃશ્યમાન થાય છે. તસ્વીરઃ નિર્મલ કારીયા



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit