મુંબઈમાં ચોમાસાના પ્રારંભમાં જ રેકોર્ડબ્રેક વરસાદઃ રેડએલર્ટ સાથે એનડીઆરએફની ટીમ તૈનાત

માયાનગરીમાં ઠેર-ઠેર ભરાયા પાણીઃ જનજીવન ઠપ્પઃ પરિવહન ખોરવાયુંઃ

મુંબઈ તા. ૧૦ઃ મુંબઈમાં વિધિવત્ રીતે ચોમાસાનું આગમત થયું છે અને પ્રારંભે જ રેકોર્ડબ્રેક વરસાદ થતાં શહેર જળબંબાકાર થયું છે, જનજીવન ઠપ્પ થયું છે, જ્યારે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. રેડ એલર્ટ સામે એનડીઆરની ૧પ ટીમો તૈનાત કરાઈ છે.

દક્ષિણ-પશ્ચિમ મોન્સુન મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં સક્રિય થઈ ગયું છે. આવું બીજી વખત થયું છે, જ્યારે મોન્સુનની શરૃઆત થતાં જ રેકોર્ડબ્રેક વરસાદ પડ્યો હોય, આ પહેલા ૧૦ જૂન ૧૯૯૧માં ૩૯૯ મીમી વરસાદ નોંધાયો હતો.

હવામાન વૈજ્ઞાનિકોએ ૧૪ જૂન સુધી મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ જોતા એનડીઆરએફની ૧પ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. મોન્સુનનો પહેલા વરસાદથી મુંબઈના નીચલા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

રેલવે લાઈનમાં પાણી ભરાતા બુધવારે મધ્ય તેમજ હાર્બર લાઈનની લોકલ સેવા ઠપ્પ થઈ ગઈ છે. વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પણ લગભગ પ કલાક સુધી જામ રહ્યો. મધ્ય મુંબઈના સાયન, કિંગ્સ સર્કલ, દાદર, હિંદમાતા ઉપરાંત પશ્ચિમ ઉપનગરના અંધેરી, મલાડ સહિત અન્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સેન્ટ્રલ લાઈનની લોકલ સેવા પણ થોડો સમય માટે પહેલા કુર્લા અને બાદમાં ઠાણે સુધી ઠપ્પ રહી. પશ્ચિમ રેલવેએ જણાવ્યું કે દાદર અને અંધેરી વચ્ચે ટ્રેક પર પાણી ભરાવવાને કારણે ટ્રેનની સ્પીડ ધીમી પડી ગઈ છે.

મુંબઈમાં એકધારો વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે હવામાન ખાતાએ રેડએલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદને કારણે સમગ્ર શહેર જળબંબાકાર થઈ ગયું છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે અને અકસ્માતોનો ખતરો વધી ગયો છે. શહેરમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. પોલીસે મુંબઈવાસીઓને જરૃર હોય તો જ ઘરની બહાર નીકળવા જણાવ્યું છે. મુંબઈમાં નિચાણવાળા વિસ્તારોમાં ગોઠણ સુધીના પાણી ભરાયા છે તે સાથે બીએમસીના દાવા પણ ખોટા પડ્યા છે. ભારે વરસાદને કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે. ભારે વરસાદ વચ્ચે આજે દરિયામાં હાઈટાઈડના કારણે મુશ્કેલી વધી રહી છે.

હવામાન વિભાગ (આઈએમડી) મુજબ બુધવાર સવારે ૮-૩૦ વાગ્યાથી સાંજે ૬-૩૦ વાગ્યા સુધી મહાનગરમાં રર૧ મીલીમીટર વરસાદ નોંધાયો, જ્યારે શહેરમાં ૪પ મીલીમીટર વરસાદ પડ્યો. બુધવારે મુંબઈમાં પહેલા જ દિવસે ૯ કલાકમાં રર૧ મીલીમીટર વરસાદ પડ્યો છે, જે એક રેકોર્ડ છે.

દક્ષિણી ગુજરાતના કાંઠે ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બન્યું છે. જેના પગલે કોંકણ, ગોવા, દક્ષિણ ગુજરાત, કર્ણાટક, તેલાંગાણા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં ૧૧-૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશભરમાં ૮ જૂનની આસપાસ લગભગ ૩૩.૬ મીમી. વરસાદ નોંધાયો છે, જે ૧ થી ૮ જૂન વચ્ચે પડતા સામાન્ય સરેરાશ વરસાદ (ર૮.૩ મી.મી.) થી ૧૮ ટકા (પ.૩ મી.મી.) વધુ છે.



અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit