Advertisement
Author: નોબત સમાચાર

ઈરાને દુબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કર્યો ડ્રોન એટેકઃ ભીષણ આગઃ ફલાઈટો અટકાવાઈ

પહેલી વખત ડ્રાન્સિંગ મિસાઈલનો પ્રયોગઃ અનેક ફલાઈટ ડાયવર્ટ કરાઈઃ ટ્રમ્પની નાટો દેશોને ધમકી

                                                                                                                                                                                                      

તહેરાન તા. ૧૬: ઈરાને આજે સવારે ૨૪ કલાક ધમધમતા દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ડ્રોન હુમલો કરતા ઈંધણ ટાંકી ભડ-ભડ સળગી ઉઠી હતી. ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જો કે, કોઈ જાનહાની નથી પરંતુ ભય-અફડાતફડીનો માહોલ સર્જાયો અને ફલાઈટો અટકાવાઈ છે. બીજી તરફ ટ્રમ્પે નાટો દેશોને ધમકી આપી છે.

આજે વહેલી સવારે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક એક ડ્રોન ક્રેશ થતાં દુબઈ હચમચી ઉઠ્યું, જેના કારણે એક મોટો વિસ્ફોટ થયો અને ઈંધણ ટાંકીમાં ભીષણ આગ લાગી. સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં સ્પષ્ટપણે જ્વાફ્રાઓ અને કાળો ધુમાડો આકાશમાં ઉડતો દેખાઈ રહૃાો હતો.

દુબઈ મીડિયા ઓફિસે પુષ્ટિ આપી છે કે એરપોર્ટ નજીક ડ્રોન ઘટનાથી ઈંધણ ટાંકી પ્રભાવિત થઈ હતી. સદનસીબે, અત્યાર સુધી કોઈ ઈજાના અહેવાલ નથી.પરંતુ આ ઘટનાએ ઈરાન-અમેરિકા યુદ્ધનો ભય દુબઈના દરવાજા સુધી પહોંચાડી દીધો છે.

ડ્રોન હુમલાથી હવાઈ ટ્રાફિકને પણ અસર થઈ. ફલાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફલાઈટરાડર અનુસાર, દુબઈ જતી ઘણી ફલાઇટ્સ રોકી દેવામાં આવી હતી. કરાચી, કાઠમંડુ, હનોઈ, અસમારા અને અમ્માનથી દુબઈ આવતી ઓછામાં ઓછી પાંચ ફલાઇટ્સ લેન્ડિંગની રાહ જોઈ રહી હતી. આના કારણે એવી અટકળો થઈ રહી છે કે મુખ્ય એરપોર્ટ પર પણ હુમલો થયો હશે. જો કે, શક્ય છે કે ડ્રોનથી બચાવવા માટે વિમાનને ઉતરાણ કરતા અટકાવવામાં આવ્યું હોય.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે, સત્તાવાળાઓ હાલમાં દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક ડ્રોન સંબંધિત ઘટનાને કારણે લાગેલી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહૃાા છે. તેમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે, દરેકની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહૃાા છે. આ હુમલો ઇરાને ચેતવણી આપ્યા બાદ થયો છે કે યુએસ લશ્કરી કર્મચારીઓ આ સ્થળોએ છુપાયેલા છે.

એવા અહેવાલો પણ આવ્યા છે. અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના ૧૬મા દિવસે રવિવારે ઈરાને મોટા પાયે મિસાઈલ હુમલા કર્યા છે. આ હુમલામાં ઈરાને પહેલીવાર પોતાની સ્વદેશી બેલેસ્ટિક મિસાઈલ 'સેજ્જિલ'નો ઉપયોગ કર્યો છે. ઈરાની ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરીના અંતમાં યુદ્ધ શરૂ થયા બાદ સેજ્જિલ મિસાઈલનો આ પ્રથમ યુદ્ધકાલીન ઉપયોગ છે.

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે ૧૭મો દિવસ છે. આ દરમિયાન ટ્રમ્પે રવિવારે નાટો દેશોને ધમકી આપી. તેમણે કહ્યું કે જો સહયોગી દેશો હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લો રાખવામાં મદદ નહીં કરે તો નાટોનું ભવિષ્ય ખૂબ ખરાબ થઈ શકે છે.

આ મહાયુદ્ધની શરૂઆત ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ થઈ હતી, જયારે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર સંયુકત હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામનેઈનું મોત નિપજયું હતું, ત્યારબાદ સમગ્ર મિડલ ઈસ્ટમાં હિંસા ભભૂકી ઉઠી હતી. રિપોર્ટસ મુજબ, યુદ્ધમાં અત્યાર સુધીમાં ૨૦૦૦થી વધુ લોકોના મોત થયા છે, જેમાં મોટાભાગના ઈરાની નાગરિકો છે.

આ તરફ ઈરાકના જુરફ અલ-સખર વિસ્તારમાં પોપ્યુલર મોબિલાઈઝેશન ફોર્સ (પીએમએફ)ના મુખ્યાલય પર હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર આ હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. પોપ્યુલર મોબિલાઈઝેશન ફોર્સ, શિયા અર્ધલશ્કરી જૂથોનું સંગઠન છે. તે ઈરાકના સરકારી સુરક્ષા દળોમાં શામેલ છે.

ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે તે સમજી શકે છે કે ઈરાનમાં લોકો રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કેમ નથી કરી રહ્યા. તેમણે ઈરાનના નેતૃત્વ તરફ ઈશારો કરતા કહ્યું, તમે એવા લોકો સાથે કામ કરી રહ્યા છો જેઓ ખૂબ કઠોર છે.

તેમણે કહ્યું કે ઈરાની અધિકારીઓએ લોકોને ચેતવણી આપી છે કે જો તેઓ વિરોધ પ્રદર્શન કરશે તો તેમને ગોળી મારી દેવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે આ જ કારણસર લોકો વિરોધ કરવા બહાર નથી આવી રહ્યા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh