Advertisement

કાલાવડ પાસે ઈકો મોટરે ગોથું મારતા ડ્રાઈવરનું ગંભીર ઈજાથી થયું મોત

જામનગર તા. ૧૩ઃ કાલાવડ પાસે ગઈરાત્રે એક ઈકો મોટર તેના ચાલકના કાબૂ બહાર જઈ ગોથું મારી ગઈ હતી. આ અકસ્માતમાં ઘવાયેલા મૂળ મધ્યપ્રદેશના વતની યુવાનનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજયું છે. મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના સેજવાડી ગામના કમલેશ સમાભાઈ પરમાર નામના એકત્રીસ વર્ષના કોળી પટેલ યુવાન ગઈરાત્રે જીજે૧૦-એસી-૮૯૧૨ નંબરની ઈકો મોટર લઈને કાલાવડથી જામનગર આવવા માટે નીકળ્યા હતા. આ મોટરના સ્ટીયરીંગ પરનો કમલેશભાઈએ કોઈ કારણથી કાબૂ ગૂમાવતા ઈકો મોટર ગોથું મારી ગઈ હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા તે યુવાનને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજયું છે. મૃતકના ભાઈ પીન્ટુ સમાભાઈ પરમારે પોલીસને જાણ કરી છે. કાલાવડ શહેર પોલીસ સ્ટેશનના જમાદાર વનરાજ ઝાપડીયાએ અકસ્માતે મૃત્યુની નોંધ કરી મૃતદેહને પીએમ માટે ખસેડયો છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit