Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫ાણીના ફૂવારા ઉડતા અમૂલ્ય પાણીનો વેડફાટ
જામનગર તા. પઃ જામનગરના દરેડ નજીક પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા પુષ્કણ પાણીનો વેડફાટ થયો હતો. આ અંગેની જાણ થતા જ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાનો કાફલો ત્યાં પહોંચ્યો હતો અને મરામતની કામગીરી હાથ ધરી હતી.
જામનગર જિલ્લાના સસોઈ ડેમમાંથી પાણી લાવતી મોટા કદની પાઈપલાઈનમાં આજે સવારે ભંગાણ સર્જાયું હતું.
આથી પાણીના રીતસર ફૂવારા ઉડ્યા હતાં અને અમૂલ્ય જળ રાશીનો વેડફાટ થયો હતો. જો કે, ક્યા કારણોસર ભંગાણ સર્જાયુ તે વિગતો જાણવા મળી નથી.
આ બાબતની જાણ થતા જ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાનો સ્ટાફ દોડી ગયો હતો અને પાણીની આવક બંધ કરાવી, પાઈપલાઈન ખાલી કરાવી તેની મરામતની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. જે કામ સાંજ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial