પોતાનાથી નાના પ્રેમી સાથે નાસી જઈ લગ્ન કરનાર યુવતીને તરછોડાઈ

જામનગર તા. ૧૫ઃ જામનગરની એક યુવતીએ પ્રેમ સંબંધમાં વિચાર્યા વગર પોતાનાથી નાની વયના અને કાયદાકીય રીતે તરૃણ વયના ગણાતા એક વ્યક્તિ સાથે મંદિરમાં જઈ લગ્ન કર્યા પછી છ મહિનામાં તે તરૃણનો પ્રેમ ઉડી જતા આ યુવતીને તરછોડવામાં આવી હતી. મરી જવાના વિચારો કરતી તે યુવતીને ૧૮૧ અભ્યમ્ની ટીમે કાનૂની રીતે સહાય અપાવી આશ્રય મેળવવામાં મદદ કરી છે.

જામનગરમાં રાજ્ય સરકારની ૧૮૧ અભ્યમ્-મહિલા હેલ્પલાઈન સર્વિસમાં ફરજ બજાવતા કાઉન્સેલર વંદનાબેન ઝાલા વિગેરેને ગયા સોમવારે બપોરે બેએક વાગ્યે એક યુવતીએ પોતાને કોઈ રાખવા તૈયાર નથી, મરી જવા સિવાય કોઈ રસ્તો નથી તેમ જણાવતો ફોન કરતા વંદનાબેન તેમજ ૧૮૧માં ફરજ બજાવતા વુમન હે.કો. મેહરૃનબેન કંઠીયા તથા પાયલોટ મહાવીરસિંહ તે યુવતીના જણાવેલા સરનામે દોડી ગયા હતાં.

૧૮૧ની ટીમે મળેલા આ યુવતીએ પોતાની વીતક વર્ણવતા જણાવ્યું હતું કે તેણીને થોડા સમય પહેલાં એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. તે પછી યુવતી પોતે પુખ્તવયના હોય લગ્ન કરી લેવા બન્નેએ નક્કી કર્યા પછી મંદિરમાં જઈ લગ્ન કર્યા હતાં. તે પછી આ યુવતીને જાણ થઈ હતી કે તેના પતિ-તેણીની ઉંમર સગીર વયની છે અને ઘરનાઓની પરવાનગી વગર તેણે લગ્ન કર્યા હોય પતિના ઘરના બન્નેને સ્વીકારવા તૈયાર નથી.

આથી બન્ને વ્યક્તિઓ છેલ્લા ચારેક મહિનાથી એક સ્થળે મકાન ભાડે રાખી રહેતા હતાં. તેઓના જીવનનિર્વાહ માટે તરૃણના પરિવારજનો આર્થિક મદદ કરતા હતાં તે બાબતની તરૃણના પિતાને જાણ થતા બધાએ મદદ કરવાનું બંધ કર્યું હતું તેથી ઘર ખર્ચમાં ખેંચ પડવા લાગી હતી. આવી પરિસ્થિતિમાં બારેક દિવસ પહેલાં પોતાની પત્નીને ભાડાના મકાનમાં એકલા મૂકી આ તરૃણ પોતાના પિતાના ઘેર ચાલ્યો ગયો હતો. જેની ભાળ મળતા સાસરીયે પહોંચેલા તે યુવતીને પતિ સહિતના વ્યક્તિઓએ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. તેથી બેસહારા બની ગયેલા આ પરિણીતાએ પોતાના પિયરનો સંપર્ક કરતા ત્યાંથી પણ કટુવચનો મળતા તેણી કંટાળ્યા હતાં.

ઉપરોક્ત વિગતો મેળવ્યા પછી કાઉન્સેલર વંદનાબેન અને સ્ટાફે તે યુવતીને આશ્રય મળી રહે તે હેતુથી સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરી મદદ અપાવી છે.

close
Ank Bandh
close
PPE Kit