Advertisement

'પંચરત્ન સેવાધારી'ઓનું સન્માન કરાયું

જામનગર તા. ૧૫ ઃ જામનગરની ઈન્ડિયન લાયોનેસ કલબ દ્વારા પંચરત્ન સેવાધારી (૧) રીટાબેન જોટંગીયા (૨) મોહિતભાઈ વાકાણી, (૩) શિવમભાઈ વાકાણી, (૪) નિશાંતભાઈ પારેખ (૫), ભાવિનભાઈ સોનીનું સન્માન કરવાનો કાર્યક્રમ કલબના ચેરપર્સન આશાબેન પંડ્યા તથા ચીફ મેટ્રોન હિતેશભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

આ પ્રસંગે અતિથિ વિશેષ પદે મેથર બીનાબેન કોઠારી, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડ્યા, પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા, રેખાબેન વેગડ, ધારાબેન પટેલ, દિલીપસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ, અજીતભાઈ પટેલ, મહિપતભાઈ પટેલ, અવધભાઈ પાણખાણિયા, હર્ષાબા ઉપસ્થિત રહ્યા હતાં. કલબના ફાઉન્ડર પ્રેસીડેન્ટ નિરૃપમાબેન વાગડીયા, પૂર્વપ્રમુખ હંસાબેન રાવલ, સેક્રેટરી ચેતનાબેન, ઉપપ્રમુખ નયનાબેન દવે, બીનાબેન બદીયાણી, માલીનીબેન, ખુશ્બુબેન પરમાર, કમિટી મેમ્બર્સોએ જહેમત ઉઠાવી હતી. આ સાથે સાડી શણગારની સ્પર્ધા યોજાઈ હતી. સંચાલન અલ્કાબેન વિઠ્ઠલાણીએ કર્યું હતું.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit