ગેહલોત જુથના ધારાસભ્યો જયપુર છોડી જેસલમેરમાંઃ જબરી ઉથલપાથલ

હોર્સ ટ્રેડીંગના ભયથી જયપુરથી પ૭૦ કિ.મી. દૂર કિલ્લામાં આશરોઃ

જામનગર તા. ૧ઃ રાજસ્થાનમાં રાજકીય ક્ષેત્રે જબરી ઉથલપાથલ જોવા મળી રહી છે. ગેહલોત જુથના ધારાસભ્યોને હોર્સ ટ્રેડીંગ અને કેન્દ્રિય તપાસ એજન્સીઓ દ્વારા કાર્યવાહીની આશંકાથી જેસલમેર ફેરવાયા છે.

રાજકીય ઉથલપાથલ વચ્ચે રાજસ્થાન સરકાર જયપુરથી જેસલમેર શિફ્ટ થઈ ગઈ છે. હોર્સ ટ્રેડિંગના જોખમને કારણે મુખ્યમંત્રી ગેહલોતે તેમના જુથના ધારાસભ્યોને રાજધાની જયપુરથી પ૭૦ કિ.મી. દૂર જેસલમેરની સૂર્યગઢ પેલેસ હોટલમાં પહોંચાડી દીધા છે. પોતે ગેહલોત ૧પ મંત્રી અને ૭૩ ધારાસભ્યો સહિત કુલ ૮૮ ધારાસભ્ય શુક્રવારે શિફ્ટ થયા છે. ૪ ધારાસભ્યોની આજે જેસલમેર પહોંચવાની અને ગેહલોતના જયપુર પાછા આવવાની શક્યતા છે. વિધાનસભા સત્ર ૧૪ ઓગસ્ટથી શરૃ થનાર હોઈ, ધારાસભ્ય એ દિવસે પાછા આવશે.  ગેહલોતના ૬ મંત્રીઓ સહિત ૧૪ ધારાસભ્ય હાલ બહાર છે જેમાં બીમાર ૩ એમએલએ પરસરામ મોરદિયા, માસ્ટર ભંવરલાલ મેઘવાલ અને બાબુલાલ બૈરવા છે. ૬ મંત્રીઓ, ૩ બીમાર ધારાસભ્યો અને સ્પીકરને બાદ કરતા ગેહલોત જુથના બાકીના ૪ ધારાસભ્યો આજે જેસલમેર પહોંચે તેવી શક્યતા છે. વિધાનસભા સત્ર ૧૪ ઓગસ્ટે શરૃ થશે. ત્યાં સુધી ધારાસભ્યોના જેસલમેરમાં જ રહેવાની આશા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ નીર્ણય લેવાનો કારણ કેન્દ્રિય એજન્સીઓ જયપુરમાં વધારે સક્રિય થઈ રહી હતી. મળતી માહિતી પ્રમાણે સરકારને ફેયરમોન્ટ હોટલ- જ્યાં ગેહલોત જુથના ધારાસભ્ય ૧૮ દિવસ માટે રોકાયા, એ હોટલમાં મોટી કાર્યવાહી થવાની શંકા હતી. જયપુરમાં વાડાબંધી વાળા સ્થળે ધરણાં-દેખાવો શરૃ થઈ ગયા હતાં. સરકાર એવી જગ્યા ઈચ્છતી હતી જ્યાં અવરજવર ઓછી હોય. જયપુરમાં ધારાસભ્યોના ઘરવાળા અને સગા વહાલાઓ પણ અવરજવર કરવા લાગ્યા હતાં. સરકાર આવું નહોતી ઈચ્છતી.

એવી અટકળો પણ છે કે જયપુરથી વાડાબંધીથી સવાઈ માધોપુર અને અન્ય સ્થળો પર શિફ્ટ કરવા અંગે પણ વિચાર થયો, પણ બોર્ડર વિસ્તાર હોવાના કારણે અને બહારના લોકો સરળતાથી ન આવી શકે એટલા માટે જેસલમેર પસંદ કર્યું.

મળતી માહિતી પ્રમાણે, જેસલમેરની તનોટ માતામાં ગેહલોતને આસ્થા છે. ધારાસભ્યોને માતાના દર્શન કરવવાની તૈયારી છે. મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું કે, તેઓ મંત્રીઓ પણ જયપુરમાં રહેશે. મોટાભાગના લોકો આવતા જતા રહેશે. કામકાજમાં કોઈ બાંધછોડ નહીં થાય. કોરોના માટે રોજ વીડિયો કોન્ફરન્સ કરી રહ્યો છું. કાયદા વ્યવસ્થા જાળવી રાખી છે પણ સરકાર બચાવવી પણ જરૃરી છે. ધારાસભ્યોના ખરીદ વેંચાણના કેસમાં કેન્દ્રિય મંત્રી ગજેન્દ્રસિંહના વોઈસ સેમ્પલ લેવા મો એસઓજી એ શુક્રવારે સીએમએમ કોર્ટમાં અરજી કરી હતી. ધારાસભ્ય ભંવરલાલ શર્માના વોઈસ સેમ્પલ પણ લેવાશે. એસઓજી એ કહ્યું કે, ધારાસભ્યોની ખરીદ વેંચાણનો વાઈરલ ઓડિયોનો એફએસએલ રિપોર્ટ આવી ગયો છે. અત્યાર સુધીની તપાસને આધારે મંત્રી અને ધારાસભ્યના વોઈસ સેમ્પલ લેવા યોગ્ય રહેશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit