કાલાવડમાં ડહોળા પાણી વિતરણથી લોકો પરેશાન

કાલાવડ તા. ર૧ઃ જામનગર જિલ્લાના કાલાવડમાં અનેક અસુવિધાઓના કારણે લોકો હેરાન-પરેશાન છે.

કરોડો રૃપિયાના ખર્ચથી પાણીનો ફીલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. આ છતાં નગરપાલિકા દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવતો નથી અને ડેમમાંથી સીધું જ પાણી ઉપાડી તેનું વિતરણ કરવામાં આવે છે. જે પીવા લાયક પણ હોતું નથી.

ભૂગર્ભ ગટરનું કામ વર્ષોથી અધૂરૃં પડ્યું છે. આ અંગે પૂછપરછ કરવા જતા અધિકારીઓ ગોળ-ગોળ અને ખોટા જવાબ આપી રહ્યાં છે. દારૃનું દુષણ બેફામ વધ્યું છે. અહીં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા પછી લોકસેવક દર્શન પણ આપતા નથી. આમ કાલાવડની જનતા હેરાન-પરેશાન થઈ રહી છે તેવો આક્રોશ એમ.કે. પટેલએ વ્યક્ત કર્યો છે.

close
Ank Bandh
close
PPE Kit