ભાણવડના જારેરા ગામમાં મંદિરના માલસામાનની ચોરીનો ભેદ ઉકેલાયો

ભાણવડ તા. ૧૭ઃ ભાણવડના જારેરા ગામમાં બનાવવામાં આવી રહેલા એક મંદિરમાં ઉપયોગમાં લેવા માટે રાખવામાં આવેલો કોપરની પ્લેટ સહિતનો માલસામાન ચોરાઈ ગયો હતો. પોલીસે તપાસમાં બે શખ્સની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

ભાણવડ તાલુકાના જારેરા ગામમાં મચ્છુ માતાજીના બનાવવામાં આવી રહેલા મંદિરમાં ઉપયોગમાં લેવા માટે કોપરની પટ્ટી સહિતનો સામાન મંગાવીને રાખવામાં આવ્યો હતો. તે સામાનની ચોરી થઈ જતાં કારાભાઈ ભીખાભાઈ ભરવાડે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મંદિર પર વીજળી પડે તો નુકસાની ન થાય તે માટે કોપરની પટ્ટી તથા પ્લેલ ડીટ સહિતની વસ્તુઓ મંગાવવામાં આવી હતી. આ સામાનની ચોરીની તપાસ સ્થાનિક પોલીસે હાથ ધરી હતી જેમાં બે શખ્સોની સંડોવણી જણાઈ આવી હતી. તેથી પોલીસે ભાણવડના નગરનાકા વિસ્તારમાં વસવાટ કરતા અતુલ ચંદુભાઈ દેવીપુજક અને સુરતના પલસાણાના કુંભારફળી વિસ્તારમાં રહેતા સુનિલ શાંતારામ વસાવાની અટકાયત કરી પુછપરછ કરાતા આ શખ્સોએ ઉપરોક્ત ચોરીની કબુલાત આપી આઠ કિલો સાડા પાંચસો ગામ વજનની કોપરની પ્લેટ સહિતનો મુદ્દામાલ કાઢી આપ્યો છે. પોલીસે બન્નેની ધરપકડ કરી રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે. આ કાર્યવાહી પીએસઆઈ જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ સ્ટાફે કરી હતી.

close
Ank Bandh
close
PPE Kit