જોડીયાના વાઘા ગામના આસામી સામે ફરજ રૃકાવટની પીજીવીસીએલના એન્જિનિયરની ફરિયાદ

જામનગર તા. ૩ઃ જોડીયાના વાઘા ગામની સીમમાં એક આસામીએ ઈરાદાપૂર્વક થ્રી ફેઈઝ લાઈનમાં લંગરીયા નાખી ઈલેકટ્રીકસીટી સપ્લાય રોકતા અને કામ કરવા ગયેલી વીજકંપનીની ટુકડીની ફરજમાં રૃકાવટ કરતા તેની સામે ગુન્હો નોંધાવાયો છે.

જોડીયા તાલુકાના વાઘા ગામની સીમમાં ગઈકાલે સ્થાનિક પીજીવીસીએલ કચેરીના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા ચકાસણી કાર્યમાં સીમમાં આવેલા ટ્રાન્સફોર્મરમાંથી નીકળતી થ્રી-ફેઝ લાઈનમાં લંગરીયા જોવા મળ્યા હતાં.

આ સ્થળે વીજ પુરવઠો ખોરવાયો હોવાની ફરિયાદને પગલે ત્યાં વીજ કંપનીની ટુકડી પહોંચી હતી. જેમાં જુની. એન્જિનિયર હીતીક્ષાબેન ડાભી સાથે હતાં. આ સ્થળે ધસી આવેલા વાઘા ગામના રમેશ ભવાનભાઈ મૈયડે વીજકંપનીની ટુકડીને કામ કરતી અટકાવી હતી. તેથી ફરજમાં રૃકાવટ કરવા અને ઈરાદાપૂર્વક થ્રી-ફેઈઝ લાઈનમાં લંગરીયા નાખી ઈલેકટ્રીકસીટીની સપ્લાય રોકી નુકસાન કરવા અંગે હીતીક્ષાબેને જોડીયા પોલીસ સ્ટેશનમાં રમેશ મૈયડ સામે ફરિયાદ નોંધાવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit