પ્રાર્થનાસભામાં ભક્તિભાવના ગીતો રજુ કરનાર સેવાભાવનું થશે સન્માન

ખંભાળીયા તા. ૧૪ઃ ખંભાળીયામાં નાત-જાતના ભેદભાવ વગર કોઈપણ જ્ઞાતિના પ્રાર્થના સભા, ઉઠમણાં, શોકસભા વગેરે પ્રસંગે છેલ્લા ૪૦ વર્ષથી સેવાભાવી રઘુવંશી રમણીકભાઈ મોટાણી ભક્તિભાવના ગીતો રજુ કરવાની સેવા આપી રહ્યા છે.

ખંભાળીયા લોહાણા મહાજન ટ્રસ્ટ તથા ખંભાળીયા લોહાણા મિત્ર મંડળ દ્વારા તા. ૧૭-૨-૨૦૨૦ના રાત્રે ૯ઃ૩૦ વાગ્યે વી.ડી.બરછા લોહાણા મહાજન વાડીમાં તેમનું જાહેર સન્માન કરવાનો સમારોહ યોજાશે. આ સાથે તેમની ધાર્મિક રચનાઓની સી.ડી. પણ બહાર પાડવામાં આવશે.

close
Nobat Subscription