મોટા આસોટા, આંરભડા અને ઓખામાં જુગારઃ પંદર પંટર પકડાયા

ત્રણેય સ્થળેથી બેતાલીસ હજાર ઉપરાંતની રોકડ કબજેઃ

જામનગર તા. ૧ઃ કલ્યાણપુરના મોટાઆસોટા તેમજ આરંભડા અને ઓખામાં જુગાર પકડવા ગઈકાલે પોલીસે પાડેલા દરોડામાં પંદર શખ્સો રૃા. ચાલીસ હજાર ઉપરાંતની રોકડા સાથે ઝડપાઈ ગયા છે.

કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામની સીમમાં ગઈકાલે સાંજે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી કલ્યાણપુર પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં માનણભાઈ માણસીભાઈ ગઢવી, સાજાભાઈ હાજાભાઈ ગઢવી, આલા જીવાભાઈ આહિર, ગોવાભાઈ માલદેભાઈ આહિર, અરજણભાઈ લખુભાઈ ગઢવી, ભોલાભાઈ અરજણભાઈ ગઢવી નામના છ શખ્સ રૃા. ૧૫,૬૪૦ની રોકડ સાથે તીનપત્તી રમતા ઝડપાઈ ગયા હતાં.

ઓખામંડળના મીઠાપુર નજીકના આરંભડા ગામની સીમમાં રહેતા મામદ ભીખનભાઈ સીદીના મકાનની બહાર ઓટલા પર ગઈકાલે સાંજે ગંજીપાના કૂટતા મામદ સીદી, કાસમ મામદ લાડ, અનવર કાદર બેતારા, વિજય ગોવિંદભાઈ વેગડ, શબ્બીર અલ્લાઉદીન થૈયમ, દિલીપ સુમાતભાઈ આહિર નામના છ શખ્સ પોલીસની ગીરફતમાં આવી ગયા હતાં. પટ્ટમાંથી રૃા. ૨૭,૩૫૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે.

ઓખામાં બસ સ્ટેશન પાસે ગઈકાલે બપોરે રોન પોલીસ રમતા અશોક સવજીભાઈ ખવાસ, હનીફ અબ્દુલ ઉઢા, રામપ્રવેશ મહેન્દ્રભાઈ પટેલ નામના ત્રણ શખ્સ ઝડપાઈ ગયા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૯૪૦ કબજે લઈ આરોપીઓ સામે જુગારની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit