દ્વારકા તથા કલ્યાણપુર તાલુકામાં રૃા. ૧૮.૧૧ કરોડના રસ્તાના કામો મંજુરઃ સંસદસભ્યની જહેમત ફળીભૂત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના

જામનગર તા. ૧૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તથા કલ્યાણપુર તાલુકાના રૃપિયા ૧૮ કરોડ અગિયાર લાખના રસ્તાઓના કામ મંજુર કરવામાં આવ્યા છે. જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમે આ રસ્તાના કામોને સત્વરે મંજુર કરવા રજૂઆત કરી હતી.

જામનગર અને દ્વારકા જિલ્લાઓ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરારમાં સતત રજૂઆત કરી અનેક વિકાસ કામ સાંસદશ્રી પૂનમબેનએ મંજુર કરાવ્યા છે જેથી જન-જનની સુવિધાઓ અને છેવાદાના માનવી સુધી વિકાસ અંગેની કટીબદ્ધતા અવિરત સાર્થક કરી રહ્યા છે જેનો બહોળા જનસમુદાયને લાભ મળી રહ્યો છે. ખાસ કરીને શહેરી વિસ્તારની જેમ જ સમાંતર રીતે ગ્રામ્ય વિસ્તારોમાં દરેક ક્ષેત્રના જરૃરી પ્રાથમિક સુવિધાના કામોને સતત પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

આ મંજુર થયેલા કામોમાં ભીમરાણા રેલવે સ્ટેશનથી એસ.એચ. રોડ રૃપિયા ૧.૩૦ લાખ, ભોગાત માલેતા રોડ રૃપિયા પપ૦ લાખ, એસ.એચ.ટુ, શિવરાજપુર વિલેજ રોડ રૃપિયા ૩૬ લાખ, દ્વારકા-વસઈ બાટીસા ગઢેચી જંક્શન હમુસર રોડ રૃપિયા ૩૭૦ લાખ, ધીણકી વાચ્છુ રોડ રૃપિયા ૧૦૦ લાખ, ખીજદડ જામપર રોડ રૃપિયા ૧૦૦ લાખ, વસઈ-કલ્યાણપુર રોડ રૃપિયા ૧૦૦ લાખ, વાચ્છુ લોવરાલી રોડ રૃપિયા ૧.૩૦ લાખ, ગોજીનેસ ટુ જોઈ એસ.એચ. રોડ રૃપિયા ૪પ લાખ, ખીજદડ-જામનગર રોડ હૈયાત કોઝવેની જગ્યાએ કુલ રૃપિયા ૧ર૦ લાખ, હાબરડી ટુ જોઈ એમ.એચ. રોડ હૈયાત કોઝવેની જગ્યાએ પુલ, રૃપિયા ૧.૩૦ લાખ કામનો સમાવેશ થાય છે.

close
Ank Bandh
close
PPE Kit