| | |

ભાણવડ તાલુકા આહિર સમાજ દ્વારા શનિવારે શરદ મહોત્સવ

ભાણવડ તા. ૯ઃ ભાણવડ તાલુકા આહિર સમાજના ભાઈઓ-બહેનો માટે શરદ મહોત્સવ-ર૦૧૯ નું આયોજન આહિર સોશ્યલ ગ્રુપ તેમજ ભાણવડ તાલુકા આહિર સમાજ દ્વારા તા. ૧ર-૧૦-ર૦૧૯, શનિવારના રાત્રે ૮.૩૦ કલાકે રાખવામાં આવેલ છે. જેમાં ભાગ લવા ઈચ્છતા સમાજના ભાઈઓ-બહેનોએ ટ્રેડીશ્નલ ડ્રેસ પહેરવો અવશ્ય છે. આ આયોજન આહિર સમાજ, ભાણવડમાં રાખેલ છે. તેમજ દાતાશ્રીઓ, નિર્ણાયકો, મહાનુભાવોનું સન્માન આ સાથે રાખેલ છે. તેમજ દ્વારકાથી ભાલકા તીર્થ ધર્મ ધ્વજ રથ યાત્રાનું તા. ૧૧-૧૦-ર૦૧૯, શુક્રવારના બપોરે ૩ વાગ્યે વેરાડ નાકા બહાર ભાણવડમાં સ્વાગત કરવામાં આવશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit