ચેક પરતની રાવ

જામનગર તા. ૧૫ઃ જામનગરના નરેન્દ્ર એન. ગંઢા પાસેથી રૃા. ૩ લાખ ૯૦ હજારની રકમ પિયુષ દિલીપભાઈ જોઈસરે હાથ ઉછીની મેળવી ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા નરેન્દ્રભાઈએ અદાલતમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના અમિત મુકેશભાઈ કનખરા પાસેથી રૃા. ૩ લાખ પ૦ હજારની રકમ પિયુષ દિલીપભાઈ જોઈસરે ઉછીની લઈ ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફરતા અમિત કનખરાએ અદાલતમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીઓ તરફથી વકીલ મિલન કનખરા રોકાયાં છે.

close
Ank Bandh
close
PPE Kit