જી.જી.હોસ્પિટલના કરાર આધારિત સ્ટાફ નર્સ દ્વારા વેતન વધારા સહિતની માંગણીનું આવેદનપત્ર

આજથી ફરજ નહીં બજાવવાનું આંદોલન

 જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલના કરાર આધારિત કામ કરતા સ્ટાફ નર્સ દ્વારા આજે મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. નિવાસને તેમના વતનમાં વધારો કરવા, દર મહિને સમયસર વેતન મળે તેવી વ્યવસ્થા કરવા તેમજ વોશીંગ એલાઉન્સ ચૂકવવાની માંગણી સાથેનું આવેદનપત્ર સુપરત કરી રજુઆત કરી હતી. આ રજુઆતમાં જણાવ્યા પ્રમાણે કરાર આધારિત સ્ટાફ નર્સને હાલમાં જ ભરતી કરાયેલા એટેન્ડન્ટ કરતા પણ ઓછો પગાર મળે છે. તેમજ વિલંબથી પગાર ચૂકવાય છે. જે કર્મચારીના કોન્ટ્રાક્ટનો સમય પૂરો થઈ ગયો છે તેમને રીન્યુ કરવામાં આવતા નથી. આ માંગણીઓ વારંવાર કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. તેથી આજથી આ તમામ કરાર આધારિત સ્ટાફ નર્સ ફરજ પર નહીં હોવાનું આંદોલન શરૃ કર્યું છે. હાલની કોરોનાની અતિ ગંભીર સ્થિતિમાં સ્ટાફ નર્સે ફરજ પર નહીં હાજર થવાનું આંદોલન કરતા હોસ્પિટલની વ્યવસ્થામાં વિપરીત અસરો પડવાની શક્યતા છે.

close
Ank Bandh
close
PPE Kit