જામનગર તા. ર૩ઃ રોટરી ક્લબ ઓફ સેનોરાસ અને રોટરેક્ટ ક્લબ એમિગોસ દ્વારા સીપીઆરની ટ્રેનિંગનું આયોજન નાઘેડીમાં નયના એન્ટરપ્રાઈઝ ફેકટ્રીમાં કરવામાં આવ્યું હતું. ૧૧૦ કામદારોએ ટ્રેઈનિંગનો લાભ લીધો હતો.
ટ્રેઈનિંગ જી.જી. હોસ્પિટલના એનેસ્થેશિયા વિભાગના રેસિડન્ટ ડોક્ટરોએ મેનિક્વીન (પૂતળા) ઉપર આ પદ્ધતિ દર્શાવી હતી. જે વિભાગના વડા ડો. વંદના ત્રિવેદી દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
પ્રેસિડેન્ટ ડો. પ્રવિણા સંતવાણીએ પ્રોગ્રામ બાબત જાણકારી આપી અને એમીગોસના સેક્રેટરી મનસુખ ચૌહાણે ફેક્ટ્રીમાં વ્યવસ્થા વ્યવસ્થા કરી હતી. આ ટ્રેઈનિંગ ક્યાંય પણ આપી શકાય છે કોઈ બેશુદ્ધ થઈ જાય કે છાતીમાં દુઃખાવા પછી એટેક આવ્યો હોય ત્યારે પણ આ પદ્ધતિ દર્દીનું જીવન બચાવવા માટે ઉપયોગી છે જે ૧૦૮ કે એમ્બ્યુલન્સ આવે તે પહેલા કરવાની હોય છે. આ બાબતની માહિતી લોકોને મળે જેથી માનવજિંદગી બચાવી શકાય તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો.