| | |

જીરાગઢ બે સગી બહેનોના ડૂબી જવાથી પ્રસરી અરેરાટી

જામનગર તા. ૯ઃ જોડીયાના જીરાગઢમાં ગઈકાલે બે સગી બહેનોના તળાવના ખાડામાં ડૂબી જવાથી મૃત્યુ નિપજતા અરેરાટી પ્રસરી છે.

જોડીયા તાલુકાના જીરાગઢમાં રહેતા અકબરભાઈ હબીબભાઈ સોઢાની પુત્રી રઝીયા (ઉ.વ. ૧૭) તથા બીજી પુત્રી સુમેરા (ઉ.વ. ૧૧) ગઈકાલે માતા સાથે જીરાગઢની નદીના કાંઠે કપડા ધોવા માટે ગઈ હતી. આ વેળાએ સુમેરાનો પગ લપસી જતા તે તરૃણી નદીના પાણી ભરેલા ખાડામાં ખાબકી ગઈ હતી.

પોતાની નાનકડી બહેનને બચાવવા માટે મોટી બહેન રઝીયા પણ ખાડામાં ઉતરવા જતા તણાવા લાગી હતી. આ બંને બહેનોના માતાની નજર સામે પાણીના ઉંડાણમાં ગરક થયા પછી મોત નીપજતા નાનકડા એવા જીરાગઢમાં અરેરાટી પ્રસરી ગઈ છે. પોલીસે મૃતકના પિતા અકબરભાઈનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit