રાજ્ય સરકારે ફરી શિક્ષકોનો ગ્રેડ-પે ઘટાડતા આંદોલનના ભણકારા

શિક્ષકોએ સોશ્યલ મીડિયામાં શરૃ કર્યું કેમ્પેઈનઃ ૬પ હજાર જેટલા શિક્ષકોને થશે માઠી અસરઃ

અમદાવાદ તા. ૪ઃ રાજ્ય સરકારે ફરી શિક્ષકોનો ગ્રેડ-પે ઘટાડતા આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. આ કારણે ૬પ હજાર શિક્ષકોને માઠી અસર થશે. શિક્ષકોએ સોશ્યલ મીડિયામાં આ નિર્ણયની વિરોધમાં કેમ્પેઈન તો શરૃ પણ કરી દીધું છે.

ગુજરાત સરકારે ફરી શિક્ષકોનો ગ્રેડ-પે ઘટાડતા એકવાર ફરી આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે. હાલ શિક્ષકોનો ગ્રેડ-પે ઘટતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યભરના શિક્ષકોએ પોતાના હક્ક માટે સોશિયલ મીડિયામાં ઈં૪૨૦૦ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં કેમ્પેઈન શરૃ કર્યું છે.

પ્રાથમિક શિક્ષકોને વર્ષ ૧૯૯૪ થી નોકરીમાં નવ વર્ષ પછી ૪ર૦૦ ગ્રેડ-પે મળતો હતો. ગુજરાત સરકારે વર્ષ ર૦૧૯ માં એક પરિપત્ર બહાર પાડી જણાવ્યું હતું કે, હવે વર્ષ ર૦૧૦ પછી જે શિક્ષક ભરતી થયા હોય એમને નવ વર્ષ પછી પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ ર૮૦૦ ગ્રેડ-પે જ મળશે. ગુજરાત સરકારે ગ્રેડ-પે ઘટાડતા રાજ્યભરના ૬પ,૦૦૦ શિક્ષકોને અસર થવા જઈ રહી છે.

શિક્ષકોનો ગ્રેડ-પે ઘટાડતા ભારે રોષની લાગણી ફાટી નીકળી છે. આ મુદ્દે શિક્ષણ સંઘ પણ વિવિધ રીતે આ પ્રશ્નોનું નિરાકરણ આવે તેના માટે બનતા તમામ પ્રયાસ કરી ચૂક્યું છે. શિક્ષકો પોતાની વ્યથા ઠાલવતા જણાવી રહ્યા છે કે અમને જે પહેલા ૪ર૦૦ ગ્રેડ-પે મળતો હતો તેને ઘટાડીને ર૮૦૦ કેમ કરવામાં આવ્યો? અન્ય કોઈ વિભાગમાં નહીં, પરંતુ શિક્ષકોનો પગાર સરકાર કેમ ઘટાડી રહી છે? અમે પગાર વધારો તો નથી માંગતા, પરંતુ વર્ષોથી જે પગાર આપવાનો નિર્ણય થયો છે તેમાં કાપકૂપ કેમ કરવામાં આવી રહી છે? આજથી નવ વર્ષ પહેલા પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ ૪ર૦૦ મળતો હતો જે સરકારે ર૮૦૦ કરી દીધો છે, ત્યારે ફરીથી અમને ૪ર૦૦ ગ્રેડ-પે મળી રહે તેના માટે લડત ચલાવી રહ્યા છીએ.

આ અંગે કોંગ્રેસના નેતા ડો. મનિષ દોશીના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સૌથી મોટો ભ્રષ્ટાચારનું એપી સેન્ટર શિક્ષણ વિભાગ છે. પરિપત્રોમાં હાથે કરીને વિસંગતતાઓ ઊભી કરવામાં આવે છે અને જુદા જુદા માધ્યમો થકી શિક્ષકોને એનો ભોગ બનાવવામાં આવે છે. શિક્ષણ વિભાગને પૂછવું છે કે જે શિક્ષકો સમાજનું ઘડતર કરે છે એ શિક્ષકોને જ અન્યાય કેમ થાય છે. આ શિક્ષકોના સન્માન સાથે અન્યાય છે તેમને આર્થિક રીતે પણ નુક્સાન છે. જે દેશમાં શિક્ષકોને સન્માન મળે તે દેશનો વિકાસ થાય છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit