બહુજન સમાજ પાર્ટી-જામનગર જિલ્લા યુનિટ દ્વારા કાંશીરામના નિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ

જામનગર તા. ૧૭ઃ બહુજન સમાજ પાર્ટી, જામનગર જિલ્લા યુનિટ દ્વારા બામસેફ, ડી.એસ. ફોર, બીએસપીના સ્થાપક કાંશીરામના ૧૪ મા પરિનિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ સભા વિનુ માંકડના સ્ટેચ્યુ પાસે, જામનગરમાં યોજવામાં આવી હતી.

આ શ્રદ્ધાંજલિ સભામાં મુખ્ય અતિથિ તરીકે બહુજન સમાજ પાર્ટીના ગુજરાત પ્રદેશ મહાસચિવ દામજીભાઈ સોંદરવા, અતિથિવિશેષ તરીકે જિલ્લા પ્રભારી દાનજીભાઈ ગોહિલ, જિલ્લા પ્રમુખ બળદેવભાઈ મકવાણાના અધ્યસ્થાને આયોજીત કાર્યક્રમમાં બહુજન નાયક કાંશીરામના તૈલી ચિત્રને પુષ્પહાર અર્પણ કરી 'જય ભીમ-જય કાંશીરામ-જય ભારત'ના નાદ્ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારપછી મહેશભાઈ મણવર દ્વારા બુદ્ધ વંદના કરવામાં આવી હતી તેમજ આ શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ દ્વારા પોતાના સ્થાન પર ઊભા રહી કાંશીરામ અને ઉત્તરપ્રદેશના હાથરસની ગેંગ રેપનો ભોગ બની મૃત્યુ પામેલ યુવતી માટે તથા કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાનના નિધન સબબ બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બહુજન સમાજ પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ દ્વારા બહુજન નાયક કાંશીરામના જીવન સંઘર્ષ વિશે જણાવવામાં આવ્યું હતું.

આ વિશાળ શ્રદ્ધાંજલિ સભામાં લોકસભા પ્રભારી અશોકકુમાર ચૌધરી, જિલ્લા ઉપપ્રમુખ રાહુલ રાયધનભાઈ આહિર, જિલ્લા મહામંત્રી વસંતભાઈ પરમાર (એડવોકેટ), જિલ્લા મહાસચિવ ધનજીભાઈ પરમાર, શહેર પ્રમુખ મિલિન્દકુમાર મકવાણા,  તથા સમગ્ર કાર્યક્રમમાં ક્રાંતિ ન્યૂઝ, જામનગરની ટીમ, વિશાળ સંખ્યામાં બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો તથા મહિલા-પુરુષો હાજર રહ્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બહુજન સમાજ પાર્ટીના જિલ્લા પ્રભારી દાનજીભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું.

close
Ank Bandh
close
PPE Kit