| | |

બાગાયતની યોજનાની ઓનલાઈન અરજી અંગે લાભાર્થીઓને તાકીદ

ખંભાળિયા તા. ૯ઃ ચાલુ વર્ષ ર૦૧૯-ર૦ માં ફરી એક વખત તા. ૩૧.૧૦.ર૦૧૯ સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યા છે. જેમાં બાગાયતી ખેતી કરવા માંગતા લાભાર્થીઓએ છૂટા ફૂલો, ફળપાક પ્લાન્ટીંગ મટીરિયલ, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો, ટીસ્યુ કલ્ચર ખારેક, ઘનિષ્ટ ખેતીથી વાવેતર કરેલ ફળઝાડ, શાકભાજી પાકો માટે તેમજ અર્ધ પાકા મંડપ વિગેરે ઘટકોમાં અરજી કરવા તથા લાભ મેળવવા જણાવવામાં આવે છે. વધુ વિગતો માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન લાલપુર રોડ જામખંભાળિયાનો સંપર્ક કરવો.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit