વાહન પર ધિરાણ કરતી બેંકો નાણાકીય સંસ્થાઓ જોગ

જામનગર તા. ૪ઃ વાહનો પર ધિરાણ કરતી બેંકો અને નાણાકીય સંસ્થાઓને જણાવવામાં આવે છે કે, તેઓ દ્વારા ધિરાણ કરવામાં આવેલ વાહનો પર હાઈપોથીકેશનની નોંધ અવશ્ય કરાવવી, વાહન માલિક દ્વારા લોનના હપ્તા ચડત થઈ જાય અને વાહન જપ્ત કરવામાં આવે ત્યારે મોટર વાહન નિયમોનુસાર એફ.આર.સી.ની પ્રક્રિયા ફરજિયાતપણે કરવાની રહેશે તેમજ જપ્ત કરેલા વાહનોની માહિતી દર માસની ૧લી તારીખે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, જામનગરને મોકલી આપવાની રહેશે તથા જપ્ત કરેલા વાહનોના બાકી રહેલા ટેક્સ ભરવાની જવાબદારી બેંક/નાણાંકીય સંસ્થાની રહેશે. આ સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit