Advertisement

કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ સંચાલિત શિશુગૃહની દીકરી અંજલિને મળ્યા અમેરિકન માતા-પિતા

જામનગર તા. ૧૩ઃ કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ-જામનગર સંચાલિત શિશુગૃહની દીકરી અંજલિનું દત્તક વિધાન અમેરિકાસ્થિત માતા-પિતાને કરવામાં આવ્યું હતું.

સંસ્થાના ૬૫મા સ્થાપનાદિને યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં ભામાશા વસ્તાભાઈ કેશવાલાના વરદ્હસ્તે ન્યૂયોર્કથી આવેલા વિનિતજી તથા એન્જેલાજીને દીકરી અંજલિનું દત્તક વિધાન કરવામાં આવ્યું.

આ પ્રસંગે વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટરો સુભાષભાઈ જોષી, પરાગભાઈ પટેલ, અલ્કાબા જાડેજા તથા પન્નાબેન મારફતિયા ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્થા પ્રમુખ કરશનભાઈ ડાંગર, મંત્રીઓ હીરાબેન તન્ના, સુચેતાબેન ભાડલાવાળા, સહમંત્રી મુકતાબેન કુંડલ, કારોબારીના સભ્યો અને વિભાગીય વડાઓ તથા સંસ્થાની લાભાર્થી દીકરીઓ ઉપસ્થિત રહી હતી. સમગ્ર સંચાલન પાર્થભાઈ પંડયાએ કર્યું હતું.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit