ચેલામાં આકાશી વીજળી પડતા ભેંસ ચરાવી રહેલા યુવાનનું દાઝી જતા મૃત્યુ

 

જામનગર તા.૧૬ઃ જામનગરના ચેલા ગામમાં સોમવારે સાંજે ભેંસો ચરાવતા એક યુવાન પર આકાશી વીજળી ત્રાટકતા તેનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે બેડેશ્વર રોડ પર રહેતા શ્વાસની બીમારી ધરાવતા પ્રૌઢનું છાતીમાં દુખાવો ઉપડ્યા પછી મૃત્યુ થયું છે.

જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા ચેલા ગામમાં રહેતા રવિરાજસિંહ ભૂપતસિંહ રાઠોડ (ઉ.વ.૨૪) નામના યુવાન સોમવારે બપોર પછી પોતાની ભેંસો ચરાવવા માટે પોતાની વાડીએ ગયા હતાં ત્યારે અચાનક જ આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા હતા અને વીજળીના ચમકારા શરૃ થયા હતાં. તે દરમ્યાન રવિરાજસિંહ પર આકાશમાંથી કાળ બની વીજળી ત્રાટકી હતી. જેના કારણે આ યુવાન છાતીની ડાબી બાજુ તથા પેટના ભાગે ડાઝી ગયા હતાં તેઓને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેઓનુું ટુંકી સારવારના અંતે મૃત્યુ નિપજયું છે. દેવાંગ ભૂપતસિંહ રાઠોડે જાણ કરી છે. પોલીસે મૃતદેહનું પી.એમ. કરાવ્યું છે.  જામનગરના બેડેશ્વર-વાલસુરા રોડ પર આવેલી એસ.એસ.બી.ની શાખા નજીક વસવાટ કરતાં દલસુખભાઈ નાથાભાઈ ચૌહાણ નામના ૫૫ વર્ષના વાલ્મીકિ પ્રૌઢને શ્વાસની બીમારી હતી તે દરમ્યાન ગઈકાલે રાત્રે તેઓને છાતીમાં દુઃખાવો ઉપડતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું મોડીરાત્રે મૃત્યુ થયું છે. મુકેશભાઈ ચૌહાણે પોલીસને જાણ કરી છે.

close
Ank Bandh
close
PPE Kit