Advertisement

હોટલ-રેસ્ટોરન્ટ હવે રાત્રે દસ વાગ્યા સુધી રહેશે ખુલ્લા ઃ સાર્વજનિક ગણેશોત્સવને શરતી મંજુરી

જામનગર સહિત આઠ મનપામાં રાત્રે ૧૧ થી સવારે ૬ સુધી નાઈટ કફર્યુઃ

જામનગર તા. ર૯ઃ રાજયમાં નવા અમલમાં આવેલ જાહેરનામાં મુજબ હવે જામનગર સહિત આઠ મનપામાં તા. ૩૧-જુલાઈથી રાત્રે ૧૧ થી સવારે ૬ સુધી નાઈટ કફર્યુ અમલમાં રહેશે. જ્યારે હોટલ-રેસ્ટોરન્ટ હવે રાત્રે દસ વાગ્યા સુધી રહેશે ખુલ્લા ઃ સાર્વજનિક ગણેશોત્સવને શરતી મંજુરી આપવામાં આવી છે.

રાજ્યમાં અમલમાં રહેલા કફર્યુના નિયમમાં વધુ એક કલાકની છુટ આપવામાં આવી છે. તા. ૩૧-જુલાઈથી કફર્યુનો સમય રાત્રે ૧૧ થી સવારે ૬ વાગ્યા સુધીનો રહેશે.

હોટલ-રેસ્ટોરન્ટ પણ હવે રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. જયારે સાર્વજનિક ગણેશોત્સવ ઉજવણી માટે છૂટ અપાઈ છે પરંતુ મૂર્તિની ઉંચાઈ ચાર ફૂટ સુધી જ રાખી શકાશે તેમજ જાહેર સમારંભમાં ૨૦૦ ના બદલે ૪૦૦ લોકો માટે છૂટ આપવામાં આવી છે. આ નિયમની અમલવારી આગામી તા. ૩૧ જુલાઈથી શરૃ થશે.

રાજ્યભરમાં કોરોનાના કેઈસો સતત ઘટી રહ્યા છે. પરિણામે કડક નિયમોને ધીમે ધીમે હળવા કરવામાં આવી રહ્યા છે.

હાલ જામનગર સહિત રાજ્યની આઠ મહાનગરપાલિકામાં રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી કફર્યુ અમલમાં છે પરંતુ ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૃપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં કેટલાક મહત્ત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં. જેની અમલવારી ૩૧ જુલાઈથી શરૃ થશે.

રાત્રિ કફર્યુમાં વધુ એક કલાકની છુટ આપવામાં આવી છે. તા. ૩૧-જુલાઈથી રાત્રી કફર્યુ રાત્રે ૧૦ના બદલે ૧૧ વાગ્યાથી શરૃ થશે. જે સવારે ૬ વાગ્યા સુધી રહેશે.

આઠેય મહાનગરોમાં હોટલ-રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજ્યમાં જાહેર સમારંભોમાં ખાલી જગ્યામાં યોજવા માટે ૨૦૦ ની મર્યાદા વધારી ૪૦૦ લોકોની કરવામાં આવી છે.

આવા કાર્યક્રમો    જો બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોય તો ૫૦ ટકાની મર્યાદા અને મહત્તમ ૪૦૦ ની મર્યાદામાં નિયમોના સંપૂર્ણ પાલન સાથે યોજવાના રહેશે.

આગામી ગણેશોત્સવની સાર્વજનિક ઉજવણી માટે છૂટ આપવામાં આવી છે પરંતુ ગણેશજીની પ્રતિમાની ઉંચાઈ ચાર ફૂટની જ રાખવાની રહેશે.

આમ કોરોનાનો કહેર ઘટી રહ્યો છે જ્યારે સરકાર દ્વારા છૂટછાટો પણ વધારવામાં આવી રહી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit