Advertisement

જામનગરની ગરબીમાં અચાનક જ ભગવાને ચકાસ્યા લોકોના વેક્સિનેશન સર્ટીફિકેટ

જામનગર તા. ૧૩ઃ જામનગરની ગરબીમાં ભગવાન કોરોના વેક્સિનના સર્ટી ચકસી રહ્યા છે. છોટીકાશી ગણાતા જામનગરમાં નવરાત્રિ દરમિયાન કોરોના વેક્સિનને લઈને અનોખી જાગૃતિ અભિયાન ગરબીમાં હાથ ધરાયું છે.

કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે હાલ નવરાત્રિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે જામનગરમાં છેલ્લા ૬૧ વર્ષથી લીમડાલાઈન વિસ્તારમાં ચાલતી શ્રી ભારત માતા આદર્શ ગરબી મંડળમાં યોજાતો દેવી-દેવતાઓનો વેશભૂષા રાસ પ્રખ્યાત છે અનેઆ ગરબી મંડળ દ્વારા કોરોના વાઈરસથી બચવા માટે લોકો વેક્સિન લઈને સુરક્ષિત થાય તે માટે અનોખી પહેલ કરી છે. સરકારની ગાઈડલાઈન અનુસાર નવરાત્રિમાં કોરોના વેક્સિનના ડોઝ મેળવ્યા પછી જ નવરાત્રિમાં જોડાવા આગ્રહ રાખવામાં આવ્યું છે. ત્યારે જામનગરના લીમડાલાઈન વિસ્તારમાં કોરોના વેક્સિન લીધાના સર્ટીફિકેટ ગરબી જોવા આવતા લોકો પાસે વેશભૂષામાં સજ્જ ભગવાન બનેલા પાત્રો જેવા કે ભગવાન શિવ, ગણેશજી, હનુમાનજી અને રામાયણ-મહાભારતના વિવિધ પાત્રો ભજવતા કલાકારો આગ્રહ સભર સરપ્રાઈઝ રીતે ચકાસી રહ્યા છે. જેને ગરબી નિહાળવા આવતા લોકો પણ કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે નવરાત્રિમાં અનોખી જાગૃતતા લાવવા અનોખો જ પ્રયાસ કરાયો છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit