Advertisement

વરવાળા-શિવરાજપુર વચ્ચે કોસ્ટલ ટુરીઝમ બેલ્ટ વિકસાવો

છેલ્લા દોઢ દાયકામાં દ્વારકામાં ટુરીઝમ ડેવલોપમેન્ટના દીર્ઘદૃષ્ટા તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યાત્રાધામમાં ટુરીઝમ ડેવલોપમેન્ટનો પાયો નાખ્યા બાદ દોઢ દાયકાથી કેન્દ્ર તેમજ રાજય સરકારના વિવિધ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટસ હેઠળ દ્વારકાના યાત્રાધામ તેમજ આસપાસના ધાર્મિક તેમજ ટુરીઝમની દૃષ્ટિએ મહત્ત્વના સ્થળોનો ક્રમશઃ વિકાસ અવિરતપણે ચાલી રહ્યો છે. તાજેતરમાં બેટ-દ્વારકાના ડેેવલોપમેન્ટની વિવિધ ઘોષણાઓ તેમજ ગત વર્ષે શિવરાજપુરને બ્લ્યુ ફલેગ બીચના દરજ્જા પછી ઓખામંડળમાં ટુરીઝમની વિપુલ તકો જોતાં દ્વારકા હોટલ એસોસિએશનના પ્રમુખ તેમજ લોહાણા અગ્રણી નિર્મલભાઈ સામાણીએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી સાથેની મુલાકાતમાં શિવરાજપુર-વરવાળા વચ્ચે કોસ્ટલ ટુરીઝમ બેલ્ટ વિકસાવવા સાથે દ્વારકા ક્ષેત્રમાં ટુરીઝમ ડેવલોપમેન્ટ અને હોસ્પિટાલીટી ક્ષેત્રે વિવિધ વિકાસની શક્યતાઓ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.

માધવપુર-સોમનાથ જેવી દરિયાઈ પટ્ટી

દ્વારકાના અગ્રણી બિઝનેસમેન નિર્મલભાઈ સામાણીએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆત પૈકી સૌથી મહત્ત્વની રજૂઆતમાં દ્વારકા-શિવરાજપુર વચ્ચેના રસ્તાને વરવાળા નજીકના કામાક્ષી માતાજી મંદિર પાસેથી સીધો રસ્તો દરિયાઈ પટ્ટે શિવરાજપુર સાથે રસ્તા માર્ગે જોડવામાં આવે તો દ્વારકાથી શિવરાજપુર વચ્ચે માધવપુર અને સોમનાથ વચ્ચેનો દરિયાઈ રસ્તો પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર છે તેવી રીતે દ્વારકા શિવરાજપુરનો કોસ્ટલ રસ્તો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે. વધુમાં દ્વારકાથી શિવરાજપુર વચ્ચેનું અંતર પણ ઘટી શકે તેમ જણાવ્યું હતું.

એમ્યુઝમેન્ટ પાર્ક

શિવરાજપુરમાં દિલ્હીમાં અક્ષર મંદિર જેવું થીમ પાર્ક તેમજ એન્ટરટેઈન્મેન્ટ પાર્ક કોઈ ખાનગી પાર્ટીને કે સરકારી ભાગીદારીથી થીમ પાર્ક બનાવવામાં આવે તો દરરોજ હજારોની સંખ્યામાં યાત્રિકો આવે છે તેવા યાત્રિકો હિન્દુ ધર્મની સંસ્કૃતિ તેમજ અવનવી રાઈડઝનો અનુભવ લઈને જાય તેમજ દ્વારકામાં રોકાણ વધતાં સ્થાનીય ટુરીઝમને બુસ્ટઅપ મળતાં રોજગારીની વિપુલ તકો ઊભી થશે અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિમાં પણ વધારો થઈ શકે.

દ્વારકાના રાવળા તળાવના સ્થળે વોટર લેઝર શો

દ્વારકા યાત્રાધામમાં રાજય સરકાર દ્વારા ગત્ દાયકામાં કરોડોના ખર્ચે રાવળા લેક વિકસાવવામાં આવેલ છે, તે લાંબા સમયથી બંધ હાલતમાં છે જ્યાં ટુરીઝમ વધે તે હેતુ રેડી ઈન્ફ્રાસ્ટ્રકચરની સ્થિતિમાં ત્યાં ભવ્ય વોટર લેઝર શો નું આયોજન કરવામાં આવે તો પ્રવાસીઓમાં મહત્ત્વનું આકર્ષણનું કેન્દ્ર બની શકે તેમ જણાવ્યું છે.

ઈસ્કોન ગેઈટ નજીક ઓડીટોરીયમ

દ્વારકામાં વર્ષ દરમિયાન અંદાજિત ર૦૦ જેટલી ભાગવત કથા માટે ભાવિકો આવે છે અને દ્વારકાધીશજીના શિખર ઉપર ધ્વજાજી આરોહણ માટે પણ મોટી સંખ્યામાં ભાવિકો આવે છે એ અન્ય ધાર્મિક કાર્યો માટે દ્વારકા આવે છે. તો દ્વારકા દેવસ્થાન સમિતિ હસ્તક શહેરની મધ્યમાં ઈસ્કોન ગેઈટ પાસે વિશ્રામગૃહનું બિલ્ડીંગ આવેલ છે. જે હાલ જર્જરિત અને બંધ હાલતમાં છે. ત્યાં જો એક ઓડીટોરીયમ ઊભું કરવામાં આવે તો બહારથી આવતાં યાત્રિકો માટે વધુ એક ટુરીસ્ટ સુવિધા ઉપલબ્ધ થઈ શકે તેમ જણાવ્યું છે.

શિવરાજપુર બીચમાં પોલીસ ચોકી

રાજય સરકારના પ્રયાસોથી શિવરાજપુર બીચને બ્લ્યુ ફલેગ બીચનો દરજ્જો મળતા બીચની હજારો પ્રવાસીઓ મુલાકાત લ્યે છે. તો હાલની સ્થિતિ મુજબ પ્રવાસીઓની સુરક્ષા માટે દ્વારકા પોલીસ સ્ટેશનની હદમાં શિવરાજપુર બીચ આવે છે જે દ્વારકા પોલીસ સ્ટેશનથી ૧પ કિ.મી. દૂર આવેલ હોય, પ્રવાસીઓની સુરક્ષા અને સુખાકારી માટે શિવરાજપુર બીચની અલાયદી બીચ પોલીસ ચોકી મંજૂર કરી કાયમી ધોરણે પોલીસ રક્ષક ફાળવવામાં આવે તેવું આયોજન કરવા રજૂઆત કરાઈ છે.

જગત મંદિર નજીક ફાઈવસ્ટાર સેનીટેશન સેન્ટર

હાલમાં દ્વારકાધીશ મંદિર પાસે હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે ત્યારે આસપાસના ર૦૦ મીટરના વિસ્તારમાં સેનીટેશનની કોઈ સુવિધા ન હોય એરપોર્ટમાં જેવું ફાઈવસ્ટાર કક્ષાનું સેનીટેશન સેન્ટર હોય છે તેવી સુવિધા ઊભી કરી તાત્કાલિક ધોરણે યાત્રિકોને પડતી હાલાકી દૂર કરવા મંદિર નજીક ફાઈવસ્ટાર સેનીટેશન સેન્ટર બનાવવા રજૂઆત કરાઈ છે.

દ્વારકા નગરી ફરતે રીંગ રોડ

દ્વારકા શહેર ફરતે વર્ષ-ર૦ર૧૦ માં દ્વારકાના ડેવલોપમેન્ટ પ્લાનમાં ભારે કોમર્શિયલ વાહનો માટે દ્વારકા ફરતે રીંગ રોડ મંજૂર કરાયેલ હતો જે બનાવવા માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે તેમજ તાત્કાલિક ધોરણે  રીંગ રોડનું કામ શરૃ કરવામાં આવે તો શહેરમાં પસાર થતાં ભારે વાહનોના કારણે થતા અકસ્માત અને બિનજરૃરી ટ્રાફિક ઘટતાં દ્વારકા યાત્રાધામના પવિત્ર વાતાવરણમાં ધ્વનિ પ્રદુષણ પણ ઘટી શકે તેમ હોવાનું જણાવ્યું છે.

અહેવાલઃ હસિત ઝાખરીયાAdvertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit