Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૪૫૨૦ કેસમાં સુખદ નિવેડોઃ
જામનગર તા. ૧૫: જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે આ વર્ષની યોજાયેલી અંતિમ નેશનલ લોકઅદાલતને ભારે સમર્થન પ્રાપ્ત થયું હતું. જામનગરમાં ૧૬૦૭૬ કેસમાંથી ૭૨૭૪ કેસનો નિકાલ થયો હતો. રૂ.૧૮ કરોડથી વધુમાં સમાધાન સધાયું હતંુ અને દ્વારકા જિલ્લામાં નેશનલ લોકઅદાલતમાં ૪૫૨૦ કેસનો સુખદ નિવેડો આવ્યો હતો.
જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે આ વર્ષની અંતિમ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જિલ્લાની લોકઅદાલતમાં મુકવામાં આવેલા ૧૬૦૭૬ કેસમાંથી ૭૨૭૪ કેસનો નિકાલ થયો હતો. રૂ.૧૮,૩૨,૫૪,૩૨૩માં સમાધાન સાધી શકાયું હતું. જામનગરમાં પ્રિલિટીગેશનના ર૮૫૭, સ્પે. સીટીંગના ૩૧૬૦ સહિતના કેસોનો નિકાલ થયો હતો.
દેવભૂમિ દ્વારકામાં નેશનલ લોકઅદાલતમાં ર૬૬ર કેસ મુકવામાં આવ્યા હતા. તેમાંથી ર૪૫૦ કેસનો નિકાલ થયો હતો અને રૂ.૬,૨૧,૩૧,૩૪૦માં સમાધાન સધાયું હતું. પ્રિલિટીગેશનની અદાલતમાં ૫૩૧૪ કેસ મૂકાયા હતા. તેમાંથી ૨૦૭૦ કેસમાં રૂ.૮૯૫૨૪૬૯માં સમાધાન થયું હતું.
તે ઉપરાંત ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસના હસ્તે શરૂ કરવામાં આવેલી ઉજાસ-એક આશાની કિરણ લોકઅદાલતમાં ૨૦૩ કેસ મુકવામાં આવ્યા હતા. તેમાં ૧૦૯ કેસમાં સમાધાન થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial