Advertisement

માળીયા મીયાણા ધોરીમાર્ગ પર અકસ્માત અંગે વળતર ચૂકવવા ટ્રીબ્યુનલનો આદેશ

જામનગર તા. ૧૩ઃ કચ્છના માળિયા મીયાણા રોડ પર સાત વર્ષ પહેલા સર્જાયેલા એક અકસ્માતમાં જામનગરના ખંભાલીડા ગામના યુવાનનું મૃત્યુ થયું હતું. તેમના વારસોએ કરેલી અરજીના અનુસંધાને વ્યાજ તથા ખર્ચ સાથે વળતર ચૂકવવા ટ્રીબ્યુનલ દ્વારા હુકમ કરાયો છે.

જામનગર તાલુકાના ખંભાલીડા ગામમાં વસવાટ કરતા ગજેન્દ્રસિંહ પ્રવીણસિંહ જાડેજા (ઉ.વ. ૩૬) નામના યુવાન પોતાના સગાસંબંધી સાથે ગઈ તારીખ ૩૦-૧૧-૨૦૧૪ના દિને મોટરમાં કચ્છના માળિયા મીયાણા ધોરીમાર્ગ પરથી જતા હતા. ત્યારે જીજે૧૦-ઝેડ-૫૦૭ નંબરના ટ્રકે મોટરને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા ગજેન્દ્રસિંહનું મૃત્યુ થયું હતું.

ત્યારપછી તેમના વિધવા રંજનબા, સગીર સંતાનો તથા માતા ઉલ્લાસબાએ ટ્રકના માલિક, તેની વીમા કંપની, મોટરના માલિક તથા તેની વીમા કંપની પાસેથી રૃપિયા આઠ લાખનું વળતર મેળવવા ટ્રીબ્યુનલમાં અરજી કરી હતી.

ઉપરોકત અરજી ચાલી જતાં ટ્રીબ્યુનલે રૃપિયા ૮,૩૩,૦૦૦ની રકમ અરજીની તારીખથી નવ ટકા વ્યાજ તથા ખર્ચ સાથે ચૂકવી આપવા વાહનના માલિક તથા વીમા કંપનીને હુકમ કર્યો છે. અરજદારો તરફથી વકીલ એસ. કે. રાચ્છ, વિરલ રાચ્છ, સોહિલ બેલીમ રોકાયા હતા.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit