Advertisement

જામનગર શહેરમાં ૫૦૦ અને જિલ્લામાં ૫૦૦૦નું સ્થળાંતર

૪૩ લોકોને એરલીફટ કરાયા

જામનગર તા. ૧૪ઃ જામનગર જિલ્લામાં થયેલી વ્યાપક મેઘ મહેરના કારણે પુરની સ્થિતિ જોવા મળી હતી. અનેક લોકો પાણીમાં ફસાયા હતાં. જેમને બચાવી લઈ સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.

કાલાવડ તાલુકાના બાંગા ગામમાં હેલીકોપ્ટર મારફત કુલ નવ લોકોને ઉગારી લેવાયા હતાં. ઉપરાંત જામનગર તાલુકાના મોડા ગામમાં ૧૪ લોકોને એરલીફટ કરાયા હતાં.

ધુડશીયા ગામમાં આઠ લોકો પાણીમાં ફસાયા હોવાથી એરફોર્સના હેલીકોપ્ટરે એરલીફટ કર્યા હતાં. ઉપરાંત શેખપાટમાં બે, કુન્નડમાં બે, અલીયાબાડામાં આઠ, લોકોને પાણીમાંથી હેલીકોપ્ટર મારફત બચાવી લઈ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. ઉપરાંત ડેમમાંથી વધારાનું પાણી ઓવરફલો થતા શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. અમુક લોકોના ભરમાં પાણી ઘુસી ગયા હતાં. જ્યારે એન.ડી.આર.એફ. અને ફાયરના જવાનોએ બચાવ-રાહતની કામગીરી હાથ ધરી હતી. ગઈકાલે સમગ્ર દિવસ દરમ્યાન કુલ ૫૦૦ લોકોને ઉગારવામાં આવ્યા હતાં તો સમગ્ર જિલ્લામાંથી કુલ ૫૦૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit