Advertisement

કાલાવડના સરવણીયા ગામ પાસે એસટી-બાઈકની ટક્કર

જામનગર તા. ૧૩ઃ કાલાવડ-જૂનાગઢ ધોરીમાર્ગ પર સરવણીયા ગામ પાસે સોમવારે બપોરે એક બાઈક સાથે એસટીની બસ ટકરાઈ પડતા ગંભીર ઈજા પામેલા બાઈકચાલકનું મૃત્યુ નિપજયું છે. મૃતક ફગાસ ગામના રહેવાસી હતા અને જેલસહાયક તરીકે નોકરી કરતા હતા.

કાલાવડ તાલુકાના ફગાસ ગામમાં રહેતા અને રાજકોટની જેલમાં જેલસહાયક તરીકે ફરજ બજાવતા હરદીપસિંહ જાડેજા નામના યુવાન સોમવારે બપોરે પોતાની ફરજ પૂરી થયા પછી બાઈક પર રાજકોટથી ફગાસ જવા માટે રવાના થયા હતા.

તેઓ જ્યારે સરવણિયા ગામ નજીક પહોંચ્યા ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલી જામનગર-કાલાવડ વાયા ડેરી રૃટની બસે તેઓને હડફેટે લેતાં પોતાના બાઈક પરથી ફેંકાઈ ગયેલા હરદીપસિંહને માથામાં ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડવામાં આવેલા આ યુવાનનું મૃત્યુ નિપજયું છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit