Advertisement

ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળની અરજી ઓનલાઈન કરવા તંત્રની સૂચના

જામનગર તા. ૧ઃ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-ર૦ર૦ હેઠળની અરજી નિયત નમૂનામાં જરૃરી વિગતો દર્શાવી કલેક્ટર કચેરીને ટપાલથી કે રૃબરૃ રજૂ કરવા અંગે અરજદારોને જાણ કરાઈ હતી. પરંતુ હાલ સરકારના આદેશ અનુસાર અરજદારોએ ગુજરાતમાં જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) ર૦ર૦ તેમજ તેના કાયદા હેઠળની અરજી ઓનલાઈન પોર્ટલ પર એટલે કે ર્ૈટ્ઠિ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પર કરવાની રહેશે તેમ નિવાસી અધિક કલેક્ટર, જામનગરની યાદીમાં જણાવાયું છે.

ૈંર્ંઇછ પર અરજી બાબતે અરજદારોએ નીચે મુજબની કાર્ય પદ્ધતિ અનુસરવાની રહેશે. (૧) અરજદારે ર્ૈટ્ઠિ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પર "ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ અધિનિયમ ર૦ર૦ હેઠળની અરજી" તે વિકલ્પ પસંદ કરવાનો રહેશે. (ર) અરજદારને જરૃરી માહિતીના આદાન-પ્રદાન માટે અરજદારના મોબાઈલ નંબર તથા ઈ-મેઈલનું રજીસ્ટ્રેશન/ વેરિફિકેશન કરાવવાનું રહેશે. (૩) રજીસ્ટ્રેશન બાદ ઓનલાઈન અરજી માટે જરૃરી વિગતો ભરવાની રહેશે તથા અરજીના આધાર એવા જરૃરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કર્યા પછી નિયત ફી રૃા. ર૦૦૦ ઓનલાઈન જમા કરાવવાની રહેશે. (૪) ઓનલાઈન અરજી પછી સહીવાળી અસલ અરજી તથા અન્ય દસ્તાવેજો કલેક્ટર કચેરીમાં દિવસ-૪ માં જમા કરવાના રહેશે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit