Advertisement

જામનગર જિલ્લામાં આજથી ઘરે-ઘરે જઈને અપાશે કોરોના વેક્સિનનો બીજો ડોઝ

'હર ઘર દસ્તક ઝુંબેશ' હેઠળ ઘર આંગણે વેક્સિનઃ

જામનગર તા. રપઃ જામનગર જિલ્લામાં આજ તા. રપ થી ર૭ નવેમ્બર સુધીમાં ગ્રામ વિસ્તારોમાં રહેતા અને કોરોના પ્રતિરોધક વેક્સિનનો બીજો ડોઝ લેવાનો જેમનો સય થઈ ચૂકેલ છે તેવા ગ્રામજનોને આરોગ્ય કર્મીઓ દ્વારા ઘરે ઘરે જઈ વેક્સિનનો ડોઝ આપવાો પ્રારંભ થયો છે.

આ અંગે કલેક્ટર ડો. સૌરભ પારધી અને જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ માઈક્રો આયોજન સાથે આજથી શનિવાર સુધી મેગા ઝુંબેશ હાથ ધરી એફ.એચ.ડબલ્યુ., આશાબહેનો વગેરે આરોગ્યકર્મીઓની ટીમ દ્વારા લોકોના ઘરે-ઘરે જઈ તેમને ઘરઆંગણે જ વેક્સિનનો બીજો ડોઝ આપવાની સુવિધા આપવામાં આવી રહી છે.

આ મો જિલ્લા સ્તરે દરેક સબસેન્ટર દીઠ ક્લાસ વન-ટુ કક્ષાના નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેઓ આ સર્વે કામગીરીનું સતત મોનિટરીંગ કરશે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને મુંઝવતા પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરી, લોકોને ખાસ સમજુત કરી વેક્સિન અપાવવામાં મદદરૃપ થશે. હર ઘર દસ્તક કેમ્પેઈન અંતર્ગત ગુરુવારથી શનિવાર સુધીની ત્રણ દિવસની મેગા ઝુંબેશ પછી આવશ્યક્તા રહેશે તો વધુ દિવસો લંબાવીને ૩૦ નવેમ્બર સુધીમાં બીજો ડોઝ લેવાની લાયકાત ધરાવતા સર્વે ગ્રામજનોને રસીકરણ ઝુંબેશ હેઠળ આવરી લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં આશરે ૧ લાખ ૧૦ હજાર જેટલા ગ્રામજનો બીજા ડોઝ માટે લાયકાત ધરાવે છે, જેઓને હાલ બીજો ડોઝ લેવાનો બાકી છે. આ ઝુંબેશ દ્વારા જામનગર જિલ્લાના સર્વે લોકોને આવરીને ૧૦૦ ટકા વેક્સિનેશન કરી લોકોનેૃ વેક્સિનનું સુરક્ષા કવચ પૂરૃં પાડવા તંત્ર દ્વારા પ્રતિબદ્ધતા જાહેર કરાઈ છે ત્યારે લોકોને પણ કોઈ અફવાથી દોરાયા વિના વેક્સિનનો ડોઝ લઈ સુરક્ષિત થવા અનુરોધ કરવામાં આવે છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit