લોહાણા મહાપરિષદના પ્રમુખ પદે કાર્યરત રહેવા પ્રવિણ કોટકને કારોબારી સમિતિ દ્વારા સર્વાનુમત્તે લેવાયો નિર્ણય

મુંબઈ તા. ૪ઃ લોહાણા મહાપરિષદની કારોબારીની ઓનલાઈન વર્ચ્યુઅલ મિટિંગ યોજાઈ હતી. જેમાં કારોબારીના એકસોથી વધુ સભ્યો જોડાયા હતાં. જેમાં અત્યારની સ્થિતિ પ્રમાણે જ્યાં સુધી હાલત સામાન્ય ન થાય ત્યાં સુધી (ઓછામાં ઓછા છ મહિના અથવા સંજોગોને આધિન વધુ સમય લાગે તો તે મુજબ) પ્રમુખપદે પ્રવિણભાઈ કોટકને કાર્યરત રહેવાનો સર્વાનુમત્તે નિર્ણય કરવામાં આવ્યો હતો.

લોહાણા મહાપરિષદના મુંબઈના ટ્રસ્ટી મોહનભાઈએ લોહાણા મહાપરિષદના બંધારણની એક કલમનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે આ કલમ મુજબ નવી કારોબારી બને ત્યાં સુધી જુની કારોબારીને યથાવત્ રાખવાનો નિયમ છે, અને અત્યારે તેને અનુલક્ષીને પ્રવિણભાઈ કોટકને નવી કારોબારીની રચના થાય ત્યાં સુધી પ્રમુખ તરીકે ચાલુ રાખવા જોઈએ. જેને ઉપસ્થિત દરેક સભ્યોએ સમર્થન આપ્યું હતું. છેલ્લા ઘણા સમયથી મહાપરિષદ સાથે સંકળાયેલા કેટલાક લોકો દ્વારા 'કોરોના કાળ'નો દૂરૃપયોગ કરી, રાજીનામાનું માત્ર નાટક કરી સમાજને ગેરમાર્ગે દોરવાનું અત્યંત નિમ્નકક્ષાનું કહી શકાય તેવું કૃત્ય કર્યું હતું જેને આજે સમાજના લોકોએ સંપૂર્ણપણે જાકારો આપી દીધો છે.

લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા લોહાણા મહાપરિષદનો કાર્યકાળ તા. ૪-૭-ર૦ર૦ ના પૂર્ણ થઈ રહ્યો છે. અગાઉ જાન્યુઆરી ર૦ર૦ માં મળેલી વરણી સમિતિની મિટિંગમાં પ્રવિણ કોટક વર્ષ ર૦ર૦-ર૦રપ માટે પૂનઃ પ્રમુખ તરીકે સર્વાનુમત્તે વરણી પામ્યા હતાં. નિયમ મુજબ તેમને આ પસંદગીને લોહાણા મહાપરિષદની 'મધ્યસ્થ મહાસમિતિ'માં મંજુર કરાવવું પડે, તે માટે તેમણે તા. ૩૦-પ-ર૦ર૦ ના મુંબઈમાં મિટિંગનું આયોજન થયું હતું, પરંતુ માર્ચના અંતમાં કોરોના મહામારી આવી જતા તમામ આયોજન મુલત્ત્વી રાખવા પડ્યા હતાં, પરંતુ હાલની મિટિંગમાં કારોબારીના તમામ સભ્યોએ વર્તમાન પ્રમુખ પ્રવિણ કોટક ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખી તેમને મજબૂત સમર્થન આપી દીધું છે. તે સાથે જ ખાનગી ચર્ચાઓ અને પ્રમુખ બદલાવાની વાત ઉપર પૂર્ણ વિરામ આવી ગયું છે.

મિટિંગના અંતમાં પ્રવિણ કોટક દ્વારા કરાયેલ સંબોધન સંપૂર્ણપણે હકારાત્મક અને સકારાત્મક હતું. આ સમયે તેમણે સાચા અર્થમાં પ્રમુખપણું નિભાવી દીધું હતું. છેલ્લા ઘણા સમયથી અનેક આરોપ, પ્રત્યારોપ સહન કર્યા પછી પણ અહીં તેમણે કોઈની ટીકા કે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. અગાઉ રાજીનામું આપવાની જાહેરાત કરનાર પૂર્વ પ્રમુખ ગવર્નર અને ટ્રસ્ટી યોગેશ લાખાણી માટે પણ તેમણે હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો. તેમણે નામ લીધા વગર સમાજને તમામ આગેવાનોએ એક સંપ થઈ સાથે રહેવાની અને સમાજને આગળ લઈ જવાની વાત કરી હતી. અત્યારે તો પ્રવિણ કોટક દ્વારા બધું ભૂલી એક નવી શરૃઆત કરવા માટેનું આહ્વાન કરવામાં આવ્યું છે.

અત્યારે તો પ્રવિણ કોટકને ઓછામાં ઓછા છ માસનો સમય મળી ગયો છે. કારોબારી મિટિંગમાં સંપૂર્ણપણે તેમને સમર્થન મળી ગયું છે તે જોતા આગામી સમયમાં પણ તેમને કોઈ વાંધો કે તકલીફ પડશે નહીં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit