| | |

મેડિકલ સ્ટોરમાંથી ગ્રાહકના સ્વાંગમાં આવી ગઠીયાએ તફડાવ્યો મોબાઈલ

જામનગર તા. ૧૦ઃ જામનગરના રણજીતરોડ પર એક મેડિકલ સ્ટોરમાં દવા લેવાના બહાને આવેલા એક ગઠીયાએ વેપારીની નજર ચૂકવી કાઉન્ટર પરથી મોબાઈલ તફડાવી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે જ્યારે જિલ્લા પંચાયતના પાર્કીંગમાંથી બાઈક ચોરાઈ ગયાનું પોલીસ દફ્તરે જાહેર થયું છે.

જામનગરના દીપક ટોકીઝ વિસ્તારમાં આવેલી મોર્ડન મેડિકલ નામની દુકાનમાં તા. ૭ની બપોરે તેના માલિક ભરતભાઈ નરોતમદાસ શાહ (ઉ.વ. ૬૩) નામના વેપારી દુકાનમાં હાજર હતા ત્યારે દવા લેવાના બહાને આવેલા કોઈ વ્યક્તિએ કાઉન્ટર પર પડેલો ભરતભાઈનો રૃા. દસ હજારની કિંમતનો મોબાઈલ તફડાવી લીધો હતો.

થોડીવાર પછી ભરતભાઈને પોતાનો મોબાઈલ ગુમ થયાની જાણ થતા તેઓએ દુકાનમાં મૂકવામાં આવેલા સીસીટીવીમાં ચકાસણી કરતા એકાદ વાગ્યે બ્લુ રંગનો શર્ટ પહેરીને ગ્રાહકના સ્વાંગમાં આવેલો શખ્સ તેઓનો મોબાઈલ ચોરી ગયો હોવાનું ફલીત થયું હતું. તેથી તેઓએ ગઈકાલે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એમ.વી. મોઢવાડીયાએ આઈપીસી ૩૭૯ હેઠળ નોંધાયેલા ગુન્હાની તપાસ હાથ ધરી છે.

જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં આવેલી કે.પી. શાહની વાડીમાં વસવાટ કરતા બહાદુરસિંહ દાનુભા ચુડાસમા ગઈ તા. ૨૭ની સવારે અગિયારેક વાગ્યે જિલ્લા પંચાયત કચેરીમાં આવ્યા હતાંં જ્યાં તેઓએ જીજે-૧૦-એલ-૮૫૭૫ નંબરનું હિરો મોટરસાયકલ પાર્કીંગમાં રાખ્યું હતું. તે વાહન બપોરે બે વાગ્યા સુધીમાં ત્યાંથી ઉપડી ગયું છે. જેની સિટી એ ડિવિઝનમાં ફરિયાદ કરવામાં આવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit