જામનગરની સૌથી જુની પાંજરાપોળમાં ૧૧૦૦ ગાયોના નિભાવનું સેવા કાર્ય

જામનગર તા. ૧૩ઃ જામનગરમાં લીમડાલાઈન વિસ્તારમાં આવેલી શ્રી જામનગર પાંજરાપોળ ગૌશાળા કે જે ૧પર વર્ષ જુની છે. ત્યાં ૧૧૦૦ ગાયોનો નિભાવ કરવામાં આવે છે. જેમાં અપંગ, વૃદ્ધ, સુરદાસ, બીમાર તથા માતા વગરના ગાયોના નાના વાછરડાઓને રોજ દૂધ પિવડાવીને વર્ષોથી નિભાવ કરવામાં આવે છે.

જામનગરની પાંજરાપોળ ગૌશાળામાં દરેક ગાય માતાને જુદા જુદા વાડામાં રાખવામં આવે છે.બીમાર, સુરદાસ, અપંગ, વૃદ્ધ, નાની વાછરડીના વાડાઓ અલગ તથા તેના માટેનો ખોરાક પણ નિયમિત લીલુ, મકાઈ, ગોળ, ખોળ, કપાસિયા તમામ જરૃરિયાત મુજબ આપવામાં આવે છે. ગૌશાળામાં ર૪ કલાક વર્ષોથી પશુ ચિકિત્સકની સેવા ઉપલબ્ધ કરાવાઈ છે.

જામનગર શહેર અને જિલ્લામાં અનેક સેવાભાવી સંસ્થા તથા બહોળા પ્રમાણમાં સેવાભાવી દાતાઓ છે. જે સર્વેને જામનગર પાંજરાપોળના સંચાલકોએ એકવાર રૃબરૃ પાંજરાપોળ ગૌશાળાની મુલાકાત લ્યો અને પરિવાર અથવા મિત્ર વર્તુળ વગેરેને બતાવો કે પાંજરાપોળમાં ગાયોની નિભાવ કઈ રીતે થાય છે, તે જોવા અનુરોધ કર્યો છે.

જામનગર જિલ્લામાં લાલપુર તાલુકામાં આવેલા નાના ખડબા ગામમાં પણ બીજી પાંજરાપોળ ગૌશાળા તરીકે વર્ષોથી કાર્યરત છે. આ બન્ને ગૌશાળા ૧પર વર્ષથી હજારો અબોલ મુંગા જીવોનો આજીવન નિભાવ કરતી સંસ્થા છે. જેમાં બારેમાસ સેંકડો નિરાધાર પશુઓ અકસ્માતમાં ઘવાયેલા પશુઓને વિનામૂલ્યે સારવાર અપાય છે.

હિન્દુ સંસ્કૃતિમાં મકરસંક્રાંતિનો પર્વ આપણા માટે ખૂબ જ મોટો તહેવાર તો છે જ, પણ સાથે સાથે આપણા જીવનમાં પુણ્યનું ભાથું બાંધવા માટે ગાયોને દાન આપવાનો મોટો દિવસ છે. આપનું સંક્રાંતિદાન ગાય માતા માટે કેટલું અમૂલ્ય છે કે જેનાથી મુક પ્રાણીને ખોરાક, પાણી, સારવાર તથા તંદુરસ્ત જીવન મળે છે. ગૌશાળામાં હવા-ઉજાશવાળો મોટો ડોમ, પંખા તથા દર મહિને હેલ્થ ચેકઅપ રાખવામાં આવે છે.

આ સાથે જામનગરના પાંજરાપોળના સંચાલકો દ્વારા છોટી કાશીના સર્વે દાતાઓને જામનગર પાંજરાપોળ ગૌશાળા લીમડાલાઈન ભૂમિ પ્રેસની બાજુમાં આવેલી છે, જ્યાં મકરસંક્રાંતિના દિવસે ગાયોને દાન આપી પુણ્ય મેળવવા અને પાંજરાપોળમાં દાન આપવા સર્વેને અપીલ કરવામાં આવી છે.

આજીવન ગૌ-દાન માટેનું આયોજન

જામનગરની પાંજરાપોળમાં આજીવન ગૌદાન માટેનુ પણ આયોજન કરવામાં આવ્યું છે અને આપ આપના પિતૃઓની પુણ્યતિથિ, જન્મ દિવસ, શુભ પ્રસંગ, ઘરનું વાસ્તુ માટે આજીવન દાન રૃા. ૧૧,૧૧૧ આપવાથી તેના વ્યાજની રકમમાં જ આપે આપેલી તિથિના દિવસે ગાયોને ઘાસચારો આપના પરિવારના હસ્તે નાખવામાં આવશે તેમજ પાંજરાપોળના કાયમી બોર્ડ પર દાતાઓનું નામ પણ રહેશે.

સંસ્થાની ઓફિસમાં કાયમી ફોટો તથા તિથિ દાનના રૃા. રપ,૦૦૦ નું દાન નક્કી કરાયું છે. ગાય માતાને લીલો ચારો, ખોળ-ગોળ, કપાસિયા, લાડુનું દાન, પક્ષી માટે ચણનું દાન, બીમાર ગૌવંશ માટે દવાનું દાન આપવાથી માતા-પિતા તેમજ સર્વે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

જામનગરની પાંજરાપોળના સંચાલકો દ્વારા શહેરના શ્રેષ્ઠીગણ દાતાઓને મકરસંક્રાંતિના દિવસે બહોળા પ્રમાણમાં દાન આપવા માટે તેમજ ગૌ શાળામાં આપના બાળકોને ગાયમાતાના આશીર્વાદ લેવા અચુક પધારવા પાંજરાપોળના સંચાલકો દ્વારા અનુરોધ કરાયો છે.

close
Ank Bandh
close
PPE Kit