તસ્કરોનો તરખાટ: જામનગર તથા દેવભૂમિ દ્વારકામાંથી ધોળે દિવસે બાઈકની ઉઠાંતરી

જામનગર તા. ૨૧ઃ જામનગરના ધરારનગર-૧ વિસ્તારમાંથી માત્ર એક કલાકમાં બાઈક ચોરાઈ ગયું છે. જયારે દ્વારકામાંથી પણ એક બાઈકની ઉઠાંતરી થઈ છે.

જામનગરના સરૃસેકશન રોડ પર આવેલા પોલીસ હેડકવાર્ટર પાછળના ગોલ્ડન સિટી વિસ્તાર નજીક આવેલા ધરારનગર-૧માં રહેતા સિદ્ધરાજસિંહ જીલુભા જાડેજા નામના આસામીએ ગુરૃવારે સાંજે પોતાનું જીજે-૧૦-કે-૯૬૦૫ નંબરનું હિરો મોટરસાયકલ પોતાના ઘરની બહાર પાર્ક કર્યું હતું. ત્યાંથી માત્ર એક કલાકમાં તે વાહન ચોરાઈ ગયું છે. પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

દ્વારકા શહેરમાં આવેલી જલારામ સોસાયટી નજીક આવાસમાં વસવાટ કરતાં હિતેશ મોહનભાઈ ઝાખરીયાએ ગઈ તા. ૧૦ ની રાત્રે પોતાનું જીજે-૧૦-બીએમ-૮૦૩૬ નંબરનું હીરો મોટરસાયકલ ઘર પાસે રાખ્યું હતું. રૃા. ૧૭૦૦૦ ની કિંમતનું આ વાહન રાત્રિના સમયે જ ચોરાઈ ગયું છે.

close
Ank Bandh
close
PPE Kit