| | |

જી.જી. હોસ્પિટલમાં ખાટલા ખૂટી પડતા દર્દીઓને જમીન પર સુવડાવી કરાતી સારવાર

જામનગરમાં બીમારીનું પ્રમાણ દિવસ, રાત વધી રહ્યું છે. શહેરમાં વ્યાપક પ્રમાણમાં વકરેલા રોગચાળાના કારણે સરકારી હોસ્પિટલમાં ખાટલા ખૂટી પડ્યા છે. પરિણામે દર્દીઓને ખાટલામાં જગ્યા નહીં હોવાથી જમીન ઉપર સુવડાવવાની ફરજ પડે છે. જમીન ઉપર દર્દીઓને સુવડાવી ત્યાં જ બાટલા ચઢાવવા, ઈન્જેકશન આપવા, દવા-સારવાર કરવાની સેવા આપવામાં આવી રહી છે. આ ચિત્ર જ સ્પષ્ટ કરે છે કે, જામનગરમાં રોગચાળાની સ્થિતિ કેટલીક ભયાનક છે. છતાં તંત્ર વાહકો રોગચાળાની આક્રમકતા સ્વીકારવા તૈયાર નથી અને સબ સલામતના દાવા ઠપકારી રહી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit