Advertisement

સલાયાના ડ્રગ્સ પ્રકરણમાં બે આરોપીના રીમાન્ડ પૂર્ણઃ તપાસનીસનું ફરીથી મૌન

ખંભાળિયા તા. ૨૫ઃ ખંભાળિયા નજીકના આરાધનાધામ તથા સલાયા પાસેથી બે સપ્તાહ પૂર્વે ઝડપાયેલા રૃા. ૩૧૫ કરોડના ડ્રગ્સના પ્રકરણમાં ગયા સપ્તાહે તપાસનીસ ટૂકડીએ દિલ્હીથી નાઈજીરીયાના એક શખ્સ અને સલાયાના વધુ એક શખ્સની ધરપકડ કરી પાંચ દિ'ના રીમાન્ડ મેળવ્યા હતા. આ બન્નેના રીમાન્ડ ગઈકાલે પૂર્ણ થયા છે ત્યારે એસઓજીએ "રાબેતા મુજબ" મૌન સાધી લીધું છે. આ મામલો ગૃહવિભાગ સુધી પહોંચે તો નવાઈ કહેવાશે નહીં.

દેવભૂમિ દ્વારકાના આરાધનાધામ તથા સલાયામાંથી રૃા. ૩૧૫ કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ગયો હતો. જિલ્લા પોલીસવડા સુનિલ જોષીના માર્ગદર્શન હેઠળ પોલીસે પાર પાડેલા આ ઓપરેશનમાં મહારાષ્ટ્રના થાણાના સજ્જાદ સિકંદર તેમજ સલાયાના ચાર શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સોને અદાલતે નવ-નવ દિવસના રિમાન્ડ પર સોંપ્યા હતા.

એક આરોપી સલીમ કારાએ આઈએમબીએલ પાસેથી પાકિસ્તાનની જે બોટમાંથી ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હતો. તે જથ્થામાં સીજે નામના નાઈજીરિયન શખ્સની મદદ મળી હોવાનું બહાર આવ્યું હતું. તે જથ્થો પાકિસ્તાનથી મેળવાયો હોવાની વિગત મળતા દિલ્હી દોડી ગયેલી પોલીસ ટૂકડીએ સીજે તથા સલાયાના આમીન નામના શખ્સને પકડી લીધા હતા અને અદાલતે બન્નેને પાંચ-પાંચ દિવસના રિમાન્ડ પર સોંપ્યા હતા.

ડ્રગ્સની ડીલેવરી માટે મહત્ત્વની કામગીરી ભજવનાર નાઈજીરિયન સીજેની પૂછપરછ માટે પોલીસે દુભાષિયાની મદદ લીધી હતી. આ બન્ને શખ્સના ગઈકાલે રિમાન્ડ પૂર્ણ થયા છે. તે પછી વધુ એક વખત એસઓજીએ મૌન પાડતા એસઓજીનું વર્તન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ મુદ્દો હવે રાજ્યના ગૃહવિભાગ સુધી પહોંચે તો નવાઈ નહી.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit