જાપાને ભારત સહિત પાંચ દેશો સાથે ડિફેન્સ ઈન્ટેલિજન્સની આપ-લે માટે કરી સમજૂતિ

ચીન વિરૃદ્ધ ભારતીય સેવા સાથે સિક્રેટ ડીલ માટે જાપાન તૈયાર

નવી દિલ્હી તા. ૪ઃ જાપાને પોતાના કાયદામાં સુધારો કરીને ભારત સહિત પાંચ દેશો સાથે ડિફેન્સ ઈન્ટેલિજન્સની માહિતીની આપ-લે કરવાની સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે. અને આ સમજૂતિ હેઠળ ચીન વિરૃદ્ધ ભારતીય સેના સાથે સિક્રેટ ડીલ કરવા પણ જાપાન તૈયાર થયું હોવાના અહેવાલો છે.

જાપાન હવે ચીન વિરૃદ્ધ ભારતીય સેના સાથે એક સિક્રેટ ડીલ કરવા તૈયાર થઈ ગયું છે. જાપાને ડિફેન્સ ઈન્ટેલિજન્સ શેર કરવા પોતાના કાયદામાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર સાથે જ જાપાન અમેરિકા ઉપરાંત ભારત, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન સાથે ડિફેન્સ ઈન્ટેલિજન્સ શેર કરી શકશે.

ગત મહિને જાપાનના સિક્રેટ કાયદાના વિસ્તારમાં આ પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યો હતો. પહેલા જાપાન માત્ર પોતાના નજીકના સહયોગી અમેરિકા સાથે જ ડિફેન્સ ઈન્ટેલિજન્સ શેર કરતું હતું, પરંતુ હવે આ યાદીમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનનો પણ સમાવેશ થાય છે.

અનેક વિવાદો વચ્ચે ર૦૧૪ માં લાગુ થયેલા આ કાયદા પ્રમાણે જાપાનની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી જાણકારી લીક કરવા પર દંડ સહિત ૧૦ વર્ષની સજાની જોગવાઈ છે. આ કાયદા અંતર્ગત સરંક્ષણ, રાજદ્વારી અને કાઉન્ટર ટેરરિઝમનો સમાવેશ થાય છે.

વિદેશી સેના દ્વારા મળતી માહિતીને સ્ટેટ સિક્રેટ તરીકે વર્ગીકૃત કરવાથી સંયુક્ત અભ્યાસ અને ઉપકરણોના વિકાસ માટેની સમજૂતીમાં મદદ મળશે. આ સાથે જ ચીની સેનાની મૂવમેન્ટ અંગે ડેટા શેર કરવો પણ સરળ બનશે. જાપાનનું આ પગલું તેના પોતાના માટે પણ ખૂબ ફાયદાકારક છે, કારણ કે બેઈજિંગ પૂર્વીય ચીની સમુદ્રમાં જાપાનને સતત હેરાન કરી રહ્યું છે, અને જાપાન માટે ચીનની ગતિવિધિઓ પર નજર રાખવી અઘરૃં થઈ ગયુું છે.

હાલ પૂર્વીય ચીની સમુદ્રમાં ચીનની ગતિવિધિઓમાં ખૂબ જ તેજી જણાઈ રહી છે. જાપાનના શાસન અંતર્ગતના સેંકાકૂ ટાપુની આજુબાજીની ચીની કોસ્ટ ગાર્ડના જહાજો ચક્કર કાપે છે. ચીન આ દ્વીપ પર એક કરાર અંતર્ગત પોતાનો દાવો ઠોકે છે.

ગુરૃવારે સતત ૮૦મા દિવસે પણ ચીની જહાજો ત્યાં પહોંચી ગયા હતાં. સિક્રેટ કાયદામાં ફેરફાર અંતર્ગત જાપાને ભારત, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ફ્રાંસ સાથે અકે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે જે બન્ને પક્ષને વર્ગીકૃત સંરક્ષણ જાણકારી ગુપ્ત રાખવા બાંધે છે. આ તમામ દેશો ડેટા લીકનું જોખમ ઘટાડીને એકબીજા સાથે ડિફેન્સ જાણકારીઓ શેર કરશે.

સંશોધન ર૦૧૬ માં પ્રભાવી સુરક્ષા કાયદા અંતર્ગત વ્યાપક સહયોગને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. જોખમી સ્થિતિમાં જાપાન આત્મરક્ષાના અધિકારનો ઉપયોગ કરી શકશે અને બીજી સેનાઓને ઈંધણ અને હથિયાર ૫ૂરા પાડી શકશે. આ માટે આ સેનાઓના કદ, ક્ષમતા અને કાર્યક્ષેત્રની વધારાની જાણકારીની જરૃર પડશે જે સિક્રેટ ડેટામાં સામેલ છે.

ચીનના જોખમમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને વર્તમાન વર્ષોમાં જાપાને પોતાનો સરંક્ષણ સહયોગ વધાર્યો છે. જાપાનની સેલ્ફ ડિફેન્સ ફોર્સ અને ઓસ્ટ્રેલિયાની સેનાએ ગત્ વર્ષે પહેલી વખત લડાકુ વિમાન સાથે સંયુક્ત યુદ્ધાભ્યાસ કર્યો હતો અને ર૦૧પ થી દર વર્ષે માલાબારમાં મેરીટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ ભારત-અમેરિકા સાથે મળીને નૌસેના અભ્યાસમાં ભાગ લઈ રહી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit