Advertisement

કોસ્ટ એકાઉન્ટન્ટ અમદાવાદ ચેપ્ટરના ચેરમેન તરીકે મલ્હાર દલવાડીની નિમણૂક

અમદાવાદ તા. ર૩ (જીતેન્દ્ર ભટ્ટ)ઃ કોસ્ટ એકાઉન્ટન્ટ અમદાવાદ ચેપ્ટરના સૌથી યુવા ચેરમેન મલ્હાર દલવાડીની નિમણૂક થઈ છે. રાજ્યના રર જિલ્લા અમદાવાદ ચેપ્ટર હેઠળ આવરી લેવાયા છે.

જેમ-જેમ ઔદ્યોગિક વિકાસ થતો જાય છે તેમ હિસાબો રાખવા સરકારના કર ભરવા વિગેરે બાબતોની કામગીરી પણ વધી છે. તેમાં પણ ઉત્પાદનની દૃષ્ટિએ એકાઉન્ટની દૃષ્ટિએ માલની પડતર કિંમત નક્કી કરવાનું કામ કોસ્ટ એકાઉન્ટન્ટો કરે છે, જેના દ્વારા નક્કી કરાયેલી અને પ્રમાણિત કરેલી પડતર કિંમત સરકાર માન્ય રાખે છે. જે લોકો એકાઉન્ટના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માંગતા હોય અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જવાબદારી લેવા માંગતા ન હોય તેવા ઉમેદવારો કોસ્ટ એકાઉન્ટન્ટ બને છે જે ૩ર પ્રકારના ઔદ્યોગિક એકમોનું ટર્ન ઓવર વાર્ષિક ૧૦૦ કરોડથી વધારે હોય તેમને અને છ પ્રકારના ઔદ્યોગિક એકમોનું ટર્નઓવર વાર્ષિક પ૦ કરોડથી વધારે હોય તેવા એકમોને કોસ્ટ એકાઉન્ટન્ટસનું ઓડીટ કરાવવું ફરજીયાત છે.

કોસ્ટ એકાઉન્ટન્ટના રર જિલ્લાઓના મુખ્ય મથક એવા અમદાવાદ ચેપ્ટરના પ્રમુખ તરીકે મલ્હાર દલવાડીની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતમાં સૌપ્રથમવાર સૌથી નાનીવયના કોસ્ટ એકાઉન્ટન્ટ અમદાવાદ ચેપ્ટન્રના પ્રમુખ તેઓ બન્યા છે. ગુજરાતના રર જિલ્લાની કાર્યવાહી તેમના હેઠળ આવે છે. સરકાર દ્વારા હાલ જે રીતે વારંવાર હિસાબોના નિયમો બદલાય છે ચીજ વસ્તુઓની વેંચાણ કિંમત પડતર કિંમત ઉત્પાદનના ખર્ચ વિગેરેમાં જે મુશ્કેલીઓ સર્જાય છે તેના ઉકેલ માટે કોસ્ટ એકાઉન્ટન્ટ એક માધ્યકોસ્ટ એકાઉન્ટન્ટ એક માધ્યકોસ્ટ એકાઉન્ટન્ટસના આઈ.સી.એ.આઈ. - અમદાવાદ ચેપ્ટરની પપમી વાર્ષિક સામાન્ય સભા તાજેતરમાં યોજવામાં આવી હતી.

વાર્ષિક સામાન્ય સભા પછી રાખવામાં આવેલ મેનેજિંગ કમિટીની બેઠકમાં વર્ષ ર૦ર૧-રર માટે નવી કમિટીની પણ રચના કરવામાં આવી હતી.

વર્ષ-ર૦ર૧-રર માટે આઈસીએઆઈ - અમદાવાદ ચેપ્ટરના ચેરમેન તરીકે સી.એમ.એ. મલ્હાર દલવાડી, વાઈસ ચેરમેન તરીકે દક્ષેસ ચોકસીની નિમણૂંક કરવામાં આવી છે. સી.એમ.એ. મલ્હાર દલવાડી, બી.કોમ., એમ.બી.એ., એફ.સી.એમ.એ., એ.સી.એમ.એ. (યુ.કે.), સી.જી.એમ.એ વર્ષ-ર૦ર૧-રર માટે આઈ.સી.એ.આઈ. - સી.એમ.એ. અમદવાદ ચેપ્ટરના ચેરમેન તરીકે ચૂંટાયા છે. તેઓ ૩પ વર્ષના છે તે ર૦ર૧ થી ચેપ્ટરની પ્રવૃત્તિઓમાં સારી રીતે સામેલ છે અને વિવિધ હોદ્દા પર સેવાઓ આપી રહ્યાં છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit